ઇપીએફ માટે આધાર નંબર ફરજિયાત: 31 માર્ચ છેલ્લો દિવસ

February 17, 2017 at 10:57 am


ધ એમ્પલોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઇપીએફઓ)એ એમ્પલોયીઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ લેનારા લોકો અને પેન્શનર્સ માટે આધાર નંબર સબમિટ કરવો ફરજિયાત બનાવી દીધો છે. ઇપીએફઓએ 31 માર્ચ પહેલા આ ખાતેદારોને આધાર નંબર સબમિટ કરવા જણાવ્યું છે. ઇપીએફઓમાં હાલ 50 લાખ પેન્શનર્સ અને 4 કરોડ લોકોના ખાતા છે. જે ખાતેદાર આધાર નંબર નહિ પ્રોવાઈડ કરે તેને ઇપીએફઓની સોશિયલ સિક્યોરીટી સ્કીમનો લાભ મળશે નહિ.
કેન્દ્રીય પ્રોવિડન્ટ ફંડ કમિશનર વી.પી જોયે જણાવ્યું હતું કે, અમે 28 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો. હવે આ ડેડલાઈન એક્સ્ટેન્ડ કરીને 31 માર્ચ કરી દીધી છે. અમે ખાતેદારોને આધાર નંબર આપવા જણાવી રહ્યા છીએ. ડેડલાઈન હજુ લંબાવાશે કે કેમ તેનો જવાબ આપતા તેમણે કહ્યું, ઇપીએફઓ પરિસ્થિતિનો ક્યાસ કાઢીને નક્કી કરશે કે ડેડલાઈન લંબાવવી જોઈએ કે નહિ. ઇપીએફઓએ 120 ઑફિસને આ અંગે જાગૃતિ ફેલાવવા જણાવ્યું હતુ. પેન્શન આપવામાં કોઈ ફ્રોડ ન થાય અને પારદર્શિતા જળવાય તે આશયથી આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સંસ્થા રિટાયરમેન્ટ ફંડ આપવાની ટેક્નોલોજીમાં જબરદસ્ત સુધારો કરી રહી છે.
પેન્શનર્સ માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ નિશ્ચિત કરવામાં આવી છે. લેબર મિનિસ્ટ્રીએ 4થી જાન્યુઆરીએ નોટિફિકેશન જારી કરીને એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમના સભ્યો અને પેન્શનર્સ માટે આધાર કાર્ડનો પુરાવો સબમિટ કરવો ફરજિયાત બનાવી દીધો હતો.પહેલા તેની ડેડલાઈન 28 ફેબ્રુઆરી હતી જે હવે લંબાવીને 31 માર્ચ કરી દેવાઈ છે.

print

Comments

comments

VOTING POLL