ઇમરાન ખાન ટૂંક સમયમાં બોલિવૂડમાં કમબેક કરશે

January 11, 2017 at 5:53 pm


આમીરખાનના ભત્રીજા ઇમરાન ખાને બાેલિવુડની ફિલ્મોમાં વાપસી કરવા માટેની તૈયારી કરી લીધી છે. ઇમરાન ખાન છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે રહ્યાાે છે. તે બાેલિવુડમાંથી બ્રેક લઇ ચુક્યો છે. હવે તે વાપસી કરવા માટે તૈયાર છે. મળેલી માહિતી મુજબ ઇમરાન હવે વાપસી કરનાર છે. અનુરાગ કશ્યપની પ્રાેડક્શન કંપની ફેન્ટમ હેઠળ બનનાર નવી ફિલ્મમાં ઇમરાન ખાન કામ કરનાર છે. આ ફિલ્મના નિદેૅશક તરીકેની જવાબદારી રાજિંસહ ચૌધરીને આપવામાં આવી છે. રાજિંસહ ચોધરી ગુલાલ ફિલ્મમાં લાેંચ કરવામાં આવ્યો હતાે. આ ફિલ્મ એક્શનથી ભરપુર રહી શકે છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મનુ શુટિંગ આ વષેૅ મે મહિનાથી શરૂ કરવામાં આવનાર છે. ઇમરાન ખાન બાેલિવુડમાં શરૂઆતની ફિલ્મોમા સફળ રહ્યાાે હતાે. તેની કેટલીક ફિલ્મો લોકોને ગમી હતી. જેમાં એક મે આેર એક તુ ફિલ્મનાે સમાવેશ થાય છે. ઇમરાન ખાનની છેલ્લી ફિલ્મ કટ્ટી બટ્ટી રહી હતી. આ ફિલ્મ સપ્ટેમ્બર 2015માં રજૂ કરવામાં આવી હતી. ફિલ્મ બાેક્સ આેફિસ પર ફ્લાેપ સાબિત થઇ હતી.

ત્યારબાદ ઇમરાને થોડાક સમય માટે બ્રેક લેવાની ફરજ પડી હતી. ઇમરાન ખાન આમીર ખાનની જેમ કોઇ પણ રોલ સારી રીતે અદા કરવા માટે જાણીતાે રહ્યાાે છે. ઇમરાન બાેક્સ આેફિસ પર કઇ પણ ફિલ્મને સફળ બનાવવા માટે સક્ષમ છે. તે વિતેલા વષોૅમાં કેટલીક મોટી અભિનેત્રી સાથે કામ કરી ચુક્યો છે. જેમા ંકરીના કપુરનાે સમાવેશ થાય છે. તે કંગના રાણાવત સાથે પણ કામ કરી ચુક્યો છે. ઇમરાનના સંબંધમાં હજુ સુધી કોઇ નક્કર ખાતરી આપવામાં આવી નથી. તે પાેતે પણ કોઇ વાત હજુ સુધી કરી રહ્યાાે નથી.

print

Comments

comments

VOTING POLL