ઇલિઆનાની જગ્યા લીધી તાપસીએ

September 12, 2017 at 4:29 pm


ઉડતા પંજાબમાં જોવા મળેલા દિલજિત દોસંજની આગામી ફિલ્મમાં ઇલિઆના ડિક્રુઝની જગ્યાએ તાપસી પન્નુને પસંદ કરવામાં આવી છે.
અર્જુન અવોર્ડ મેળવનાર ઇન્ડિયન હોકી કેપ્ટન સંદીપ સિંહની બાયોપિક માટે પહેલાં દિલજિત સાથે ઇલિઆનાને પસંદ કરવામાં આવી હતી. જોકે ઇલિઆનાએ આ ફિલ્મને બદલે અજય દેવગનની રેઇડ પસંદ કરી છે એથી આ ફિલ્મ માટે હવે તાપસીને પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ ચાર ઑક્ટોબરથી શરૂ થશે. આ ફિલ્મમાં સંદીપ સિંહની લાઇફની અને તેને હોકી રમવા માટે પ્રેરિત કરનાર મહિલાની વાત કરવામાં આવશે. આ મહિલાનું પાત્ર તાપસી ભજવશે. ફિલ્મનું નામ હજી સુધી નક્કી કરવામાં નથી આવ્યું, પરંતુ ઓકે જાનુનો ડિરેક્ટર શાદ અલી એને ડિરેક્ટ કરશે.

print

Comments

comments

VOTING POLL