ઇવીએમના ચેકિંગ માટે ગુજરાત સહિત 8 રાજ્યમાં યોજાનારા વર્કશોપઃ કલીનચીટ આપવા ગોઠવાતો તખ્તાે

August 25, 2018 at 3:58 pm


ઈલેકટ્રાેનિક વોટિંગ મશીન (ઈવીએમ)માં મોટાપાયે ગોટાળા થાય છે તેવી મતલબની ફરિયાદો ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઆે બાદ વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી છે અને 17 રાજકીય પક્ષોએ લોકસભાની આગામી ચૂંટણી ઈવીએમના બદલે બેલેટ પેપરથી યોજવાની માગણી કરી છે બરાબર તેવા સમયે જ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત સહિત 8 રાજ્યમાં ઈવીએમના ફસ્ર્ટ લેવલ ચેકિંગ (એફએલસી) માટે એક દિવસના વર્કશોપ યોજવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય ચૂંટણીપંચના અન્ડર સેક્રેટરી મધુસુધન ગુપ્તાએ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ આગામી તા.31ના રોજ ગુજરાત, બિહાર, મહારાષ્ટ્ર, મણિપુર, આેડિસામાં અને તા.7 સપ્ટેમ્બરના રોજ તેલંગણા, જમ્મુ કાશ્મીર અને પશ્ચિમ બંગાળમાં ઈવીએમના એફએલસી માટે તથા વીવીપેટના નિદર્શન માટે આખા દિવસનો વર્કશોપ યોજવામાં આવશે. જે તે રાજ્યના પાટનગરમાં યોજવામાં આવશે અને તેમાં તે રાજ્યના તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઆે (કલેકટરો) અને નાયબ ચૂંટણી અધિકારીઆેને હાજર રહેવાનું રહેશે. સવારે 9-30 વાગ્યાથી વર્કશોપનો પ્રારંભ થશે અને સાંજે 4-45 વાગ્યા સુધી તે ચાલુ રહેશે.

ગુજરાતમાં તા.31ના રોજ ઈવીએમ અને વીવીપેટના વર્કશોપના દિવસે કેન્દ્રીય ચૂંટણીપંચમાંથી અન્ડર સેક્રેટરી આે.પી. સહાની, સંદીપકુમાર ઉપસ્થિત રહેશે. બિહારમાં મધુસુધન ગુપ્તા અને વિરેન્દ્ર શમાર્, મહારાષ્ટ્રમાં એસ.કે. દાસ અને દેબાશિશ મોડાક, મણિપુરમાં વિભોર અગ્રવાલ અને એવા લોરીન, આેડિસામાં વિપીન કટારા, રાઘવેન્દ્ર, સતિષકુમાર, તેલંગણામાં આે.પી. સહાની, વિરેન્દ્ર શમાર્, જમ્મુ કાશ્મીરમાં નીતિનકુમાર, આર. મથુંગ અને પશ્ચિમ બંગાળમાં સૌમ્યજીત ઘોષ, રાઘવેન્દ્ર અને સતિષકુમાર ખાસ ઉપસ્થિત રહેશે. આખા દિવસની ટ્રેનિંગ પુરી થયા બાદ તેમાં ભાગ લેનાર જે તે જિલ્લાના ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ મને ઈવીએમ કે વીવીપેટમાં કોઈ પ્રકારની શંકા નથી તેવી મતલબનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. આ પ્રકારના પ્રમાણપત્રનો ચૂંટણીપંચ દ્વારા ભવિષ્યમાં શું ઉપયોગ કરવામાં આવશે તે અંગે ભારે ચર્ચાએ જોર પકડયું છે.

print

Comments

comments

VOTING POLL