ઇવીએમની સત્યતા

March 16, 2017 at 7:56 pm


કોંગ્રેસ સહિતની અનેક રાજકીય પાર્ટીઓ અને લોકોને પણ ભાજપ્ની જીત ઝડપથી ગળે ઉતરતી નથી અને ભાજપે ઈવીએમ મશીનમાં સેટિંગ કરીને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીને પરાસ્ત કરી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ખાસ કરીને માયાવતી અને અરવિંદ કેજરીવાલે આ મુદ્દાને જોરશોરથી ઉછાળ્યો છે. કેજરીવાલે તો પંજાબમાં ઇવીએમમાંથી આમ આદમી પાર્ટીના મત ચોરાયા છે તેવી ફરિયાદ પણ કરી છે.
એકસમયે આજે જીતનો જશન મનાવી રહેલો ભાજપ કોંગ્રેસ ઉપર ઈવીએમમાં ગોબાચારી કરવાનો આક્ષેપ કરતો હતો પરંતુ આજે સ્થિતિ પલટાઈ ગઈ છે. જો કે, ગુજરાતમાં 2012ની વિધાનસભાની ચૂંટણી પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ઈવીએમમાં ગોટાળા કરીને ભાજપે જીત મેળવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને એ સમયે ઈવીએમમાં કેવી રીતે ચેડાં થઈ શકે છે તેનું નિદર્શન કરવાની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ આ વાત ભૂલી ગઈ અને હવે ઉત્તરપ્રદેશના ચૂંટણી પરિણામ જાહેર થતાં જ ઈવીએમનો મુદ્દો ફરી ગાજ્યો છે. ભૂતકાળમાં ભાજપ્ના વરિષ્ઠ નેતા સુબ્રમણિયમ સ્વામીએ ઈવીએમમાં કઈ રીતે ચેડાં થઈ શકે છે તેનું નિદર્શન કર્યું હતું અને સ્વામીનો આ વીડિયો છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ઈવીએમમાં બ્લુટૂથ સહિતના સાધનોથી ડેટામાં ફેરફાર કરી શકાય છે તેવી ધારદાર દલીલો થઈ રહી છે.

ભાજપના નેતા જીવીએલ નરસિમ્હારાવે કોંગ્રેસની જીત વખતે ઈવીએમમાં ચેડાં થઈ શકે છે તેવો દાવો કર્યો હતો, તેમણે ડેમોક્રસી એટ રિસ્ક નામનું પુસ્તક લખીને તેમાં વિગતવાર દલીલો સાથે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શું આપણે ઈવીએમ પર વિશ્વાસ રાખી શકીએ? આજે આ મહાશય ઈવીએમમાં ચેડાં થઈ જ શકે નહીં તેવી દલીલો કરી રહ્યા છે! માયાવતીને તો યુપી હારની કળ વળી જ નથી તેથી તેમણે મીડિયા સમક્ષ જાહેરમાં ભાજપ્ની જીત ઈવીએમને આભારી હોવાનું નિવેદન કરીને ઉત્તરપ્રદેશમાં બેલેટથી ફેરચૂંટણી કરાવવાની માગણી પણ કરી નાખી છે. હવે આ મામલામાં ચૂંટણી પંચ કોઇ ખુલાસો કરે છે કે કેમ? તે જોવાનું રહેશે.

print

Comments

comments

VOTING POLL