ઇશા ગુપ્તાની નજર હોલિવૂડ ફિલ્મો પર

April 18, 2017 at 5:04 pm


બાેલ્ડ એન્ડ બ્યુટીફુલ મોડલ અને અભિનેત્રી ઇશા ગુપ્તાને અક્ષય કુમાર સાથે રૂસ્તમ ફિલ્મમાં સફળતા મળ્યા બાદ તે હવે ભારે ખુશ છે. ઇશા ગુપ્તા હાલમાં અજય દેવગન અને ઇમરાન હાશ્મી સાથે બાદશાહો ફિલ્મમાં કામ કરી રહી છે. તેઅન્ય ફિલ્મો મેળવી લેવા માટે પણ તૈયાર છે. બાેલિવુડમાં હાલની ફિલ્મોમાં આશા દેખાયા બાદ ઇશા હવે હોલિવુડની ફિલ્મો પર પણ નજર કરી રહી છે. તે મોટા સ્ટાર સાથે કામ કરવાને લઇને આશાવાદી છે. થોડાક સમય પહેલા રિતિક રોશન સાથે સમય ગાળ્યા બાદ તેની ભારે ચર્ચા રહી હતી. રિતિકની સાથે મિત્રતા વધતા તેની ફિલ્મી કેરિયર આગળ વધી શકે છે. રિતિક બાેક્સ આેફિસ પર તેની તમામ ફિલ્મો રેકોર્ડ સફળતા મેળવી રહ્યાાે છે. આવી સ્થિતીમાં રિતિક રોશન સાથે ફિલ્મ કરીને તે ફરી સક્રિય થવા ઇચ્છુક છે. ઇશા પાસે હાલમા વધારે ફિલ્મો નથી. પરંતુ તે હિંમત હારી રહી નથી.

સ્પર્ધામાં રહેવા ઇચ્છુક છે. આ જ કારણસર તે ફિટનેસ અને ખુબસુરતીને જાળવી રાખવા માટે મક્કમ છે. ઇશા ગુપ્તા પાેતાની ફિટનેશને લઈને હમેશા સાવધાન અને સજાગ રહે છે. ઇશા ગુપ્તા પાેતાની ફિટનેશને જાળવી રાખવા માટે નિયમિત રીતે વર્કઆઉટ કરે છે. તેનું કહેવું છે કે તે પાેતાની ફિટનેશને ટકાવી રાખવા માટે નિયમિતરીતે જીમમાં જતી નથી પરંતુ ફિટનેશ માટે ઘરમાં પણ પ્રયાસ કરે છે. અભિનેત્રી પાેતાની ફિટનેશ અને સ્લીમ ફિંગરને જાળવી રાખવા ડાન્સીંગને વધારે પસંદ કરે છે. જીમમાં જવાને બદલે તે કલાકો સુધી ઘરમાં ડાન્સ કરે છે. તેનું માનવું છે કે ડાન્સીંગ કસરતના એક સરળ સ્વરૂપ તરીકે છે. આનાે ઉપયોગ કોઈપણ કરી શકે છે. આનાથી ફિટનેશ વધારે સરળતાથી જાળવી શકાય છે. કઠોર વર્કઆઉટ ધારાધોરણ પાડવાના બદલે તે ડાન્સીંગને પસંદ કરે છે. નવી ફિલ્મોને લઇને તે આશાવાદી છે.

print

Comments

comments

VOTING POLL