ઇ-કોમર્સ કંપનીઓને રાહત: મહત્તમ 1% ટીસીએસ લાગશે

March 6, 2017 at 7:04 pm


ઇ-કોમર્સ કંપ્નીઓ માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપ્નીઓ માટે જીએસટીના ટેક્સ રેટની ટોચમયર્દિા નિર્ધિરિત કરવાનો નિર્ણય લીધો છે. જીએસટી કાઉન્સિલે પ્રસ્તાવિત ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (ટીસીએસ)નો દર એક ટકા સુધી રાખવાનો નિર્ણય લીધો છે. તેના લીધે ઇ-કોમર્સ સેક્ટરને થોડી રાહત મળી છે.

સેક્ટરને જીએસટીના અમલ પછી કોઈ ટોચમયર્દિા વગર ટેક્સ રેટ વધવાની આશંકા હતી. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, કાઉન્સિલે અગાઉના 1 ટકાને બદલે હવે 1 ટકા સુધી ટેક્સ લેવાનો નિર્ણય લીધો છે. એનો અર્થ એ થયો કે, ટેક્સ રેટ એક ટકાથી વધશે નહીં.
જીએસટી કાઉન્સિલે શનિવારની બેઠકમાં સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) અને ઇન્ટિગ્રેટેડ જીએસટી કાયદાને મંજૂરી આપી હતી. હવે તેને 8 માર્ચથી શરૂ થઈ રહેલા બજેટના બીજા સત્રમાં રજૂ કરાશે. સરકારને પહેલી જુલાઈથી જીએસટીના અમલની આશા છે. જીએસટીના મુસદ્દામાં કોઈ ટોચમયર્દિા વગર એક ટકા ટેક્સનો પ્રસ્તાવ હતો.

print

Comments

comments

VOTING POLL