ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમના કંગાળ પ્રદર્શન બદલ કોહલી-શાસ્ત્રીનો ખુલાસો પુછાશે

August 14, 2018 at 11:42 am


ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સતત બે ટેસ્ટ મેચમાં થયેલા કારમા પરાજય બાદ કોચ રવિ શાસ્ત્રી અને કપ્તાન વિરાટ કોહલીને બીસીસીઆઈના સવાલોનો સામનો કરવો પડી શકે છે. ત્રીજી ટેસ્ટ મેચ બાદ ટીમ ઈન્ડિયાના કોચ અને કપ્તાન બંન્નેએ ચોથી અને પાંચમી મેચની પસંદગી દરમિયાન બોર્ડના કેટલાક સવાલોનો જવાબ આપવો પડી શકે છે.
બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, ભારતીય ટીમ એ ફરિયાદ ના કરી શકે કે તેને તૈયારી માટેનો પયર્પ્તિ સમય નથી મળ્યો. દક્ષિણ આફ્રિકાની શ્રેણી પહેલા ખેલાડીઓએ વ્યસ્ત કાર્યક્રમ અને પ્રેક્ટિસ મેચોના અભાવની ફરિયાદ કરી હતી. તેમની સાથે વાત કયર્િ બાદ જ અમે નક્કી કર્યું હતું કે, મર્યિદિત ઓવરોની શ્રેણી પહેલા જ ટેસ્ટ મેચ રવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે, સીનિયર ટીમના કહેવાથી જ અમે ભારત એ ટીમે તે સમયગાળા દરમિયાન મોકલી હતી. બે સીનિયર ખેલાડી અજિંક્ય રહાણે અને મુરલી વિજય તે પ્રવાસમાં સાથે જ ગયાં હતાં. તેમને જેમ કહ્યું તેમ કરવામાં આવ્યું. પરંતુ તેમ છતાંયે પરિણામ ન આવતા બોર્ડને પ્રશ્ન કરવાનો અધિકાર છે. ભારત જો ટેસ્ટ શ્રેણી હારી જાય તો કોહલી અને શાસ્ત્રીના અધિકારોમાં કાપ પણ મુકવામાં આવી શકે છે.
બીસીસીઆઈના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે બેટિંગ કોચ સંજય બાંગડ અને ફિલ્ફિંગ કોચ આર શ્રીધરના પર્ફોર્મંસની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. શ્રીધર જ્યારથી ફિલ્ફિંગ કોચ બન્યા છે ત્યારથી ભારતીય ટેમ 50 કેચ છોડ્યાં છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કપ્તાન ઈયાન ચેપલ પણ ભારતીય ટીમની ફિલ્ડિંગની ટેકનિક પર સવાલ ઉભા કરી ચુક્યાં છે. તેવી જ રીતે બાંગર સામે એ પણ પડકાર હતો કે ભારતીય ટીમ વિદેશ પ્રવાસ માટે માનસિક રીતે શસક્ત બનાવવામાં આવે, પરંતુ 4 વર્ષ બાદ પણ પરિસ્થિતીઓમાં કંઈ ખાસ સુધાર નથી.
મહાન બેટ્સમેન સુનીલ ગવાસ્કર પણ એ સલાહ આપી ચુક્યા છે કે, ટીમના વિદેશ પ્રવાસ દરમિયાન 3 રાષ્ટ્રિય પસંદગીકારોમાંથી ઓછામાં ઓછા એકને ટીમ મેનેજમેંટનો ભાગ બનાવવામાં આવે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ મોડલ પર અનેક વર્ષોથી અમલ કરતું આવ્યું છે.

print

Comments

comments

VOTING POLL