‘ઈચ્છાધારી નાગીન’ પછી ટીવી પર છવાઈ જવા તૈયાર વિંછી!

January 6, 2017 at 6:16 pm


કલર્સનો ટીવી શો નાગિન ખૂબ જ પોપ્યૂલર છે, અને તેની આ પોપ્યૂલારિટિના મુખ્ય કારણ છે શોની લીડ એકટ્રેસ મોની રોય. નાગિન શોએ મોનીને નવી ઓળખાણ આપી છે અને તે પોતે આ શોને કારણે મળેલી સફળતાથી ખૂબ જ ખુશ છે. જેને જુઓ તે બધાં ટીવીની આ ’નાગિન’ના ચાહક છે. પરંતુ ખબરો અનુસાર ટેલિવિઝન પર નાગિનની સાથે સાથે, હવે એક વીંછીની પણ એન્ટ્રી થવાની છે. એનો અર્થ એ કે નવા વર્ષમાં નાગિન કરતાં વધારે મનોરંજન, વીંછી પૂરું પાડશે. અત્યાર સુધીમાં ટીવી પર ઈચ્છાધારી, ઈચ્છાપ્યારી નાગિન અને નોળિયો જોનારા દર્શકો માટે એન્ટરટેઈનમેન્ટનો નવો ડોઝ આવી રહ્યો છે.
નજીકના જ સમયમાં તમને ટીવી પર એક એવો વિલન જોવા મળશે જે અડધો માણસ હશે અને અડધો વીંછી. લાઈફ ઓકે ચેનલ પોતાનો શો ’સુપર કોપ્સ વર્સસ સુપર વિલન’ શરૂ કરવા જઈ રહી છે. આ શોમાં નીતા શેટ્ટી અને હર્ષદ અરોરા લીડ રોલમાં દેખાશે. આ શોમાં હર્ષદ શીયાળના રોલમાં હશે અને નીતા અડધી માણસ અને અડધી વીંછી હશે. હર્ષદને આ પહેલાં દર્શકો દહલીઝ અને બેઈન્તહા સિરિયલમાં જોઈ ચૂક્યા છે અને નીતા શેટ્ટી ઘર કી લક્ષ્મી બેટીયાં, પ્યાર એક કહાની અને સસુરાલ સિમર કા જેવા શોમાં કામ કરી ચૂકી છે.

print

Comments

comments

VOTING POLL