ઈજનેરને ફડાકાં મારવાના ગુનામાં પકડાયેલા કોર્પોરેટર નિલેશ મારૂની જામીન અરજી મંજૂર

April 21, 2017 at 3:20 pm


રાજકોટ મહાનગરપાલિકા સામાકાંઠા ખાતે આવેલી કચેરી ખાતે પાણી પ્રñે રજૂઆત દરમિયાન ઈજનેરને ફડાકા મારી લેવાના ગુનામાં પકડાયેલા વોર્ડ નં.17ના કોર્પોરેટર નિલેશ રાવત મારૂની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ ગઈ તા.3-4-17ના રોજ સામાકાંઠા ખાતે મહાનગરપાલિકા કચેરીમાં વોર્ડ નં.17ના કોર્પોરેટર નિલેશ મારૂ વગેરે રજૂઆત કરવા ગયા હતાં. ત્યારે મહાનગરપાલિકાના ડેપ્યુટી એન્જીનીયર હેમેન્દ્રભાઈને રજૂઆત દરમ્યાન રકઝક થતાં કોર્પોરેટર મારૂએ ફડાકા ખેંચી લીધા હતાં જે બાબતે ડેપ્યુટી એન્જીનિયરે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાેંધાવી હતી. તેમાં બી-ડિવિઝન પોલીસે રાજ્ય સેવકને ફરજ રૂકાવટ કરવાના ગુનો નાેંધી કોપોરેટર નિલેશ રાવત મારૂની ધરપકડ કરી હતી. તેને ધોરણસરની કાર્યવાહી બાદ અદાલતમાં રજૂ કરાયો હતો ત્યારે તેને જામીન અરજી કરી હતી પરંતુ અદાલતે જામીન અરજી નામંજુર કરી જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો. તેની સામે કોર્પોરેટર મારૂએ સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી કરી હતી. આ અરજી ચાલી જતાં એડીશ્નલ સેશન્સ જજ એચ.બી.ત્રિવેદીએ કોર્પોરેટર નિલેશ મારૂની જામીન અરજી મંજુર કરી હતી. આ કેસમાં આરોપી કોર્પોરેટર વતી એડવોકેટ અશોકસિંહ વાઘેલા, તુષાર ઘોણીયા, સંજય પંડયા, જીગ્નેશ જોષી રોકાયા હતાં.

print

Comments

comments

VOTING POLL