‘ઈડિયટ’ લખતાં જ મારો ફોટો ખૂલે છેઃ ગૂગલથી ટ્રમ્પ નારાજ

August 29, 2018 at 11:21 am


અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ગૂગલથી જોરદાર નારાજ થઈ ગયા છે. તેમની ફરિયાદ છે કે ગૂગલ દ્વારા તેમની છબિ ખરાબ કરવામાં આવી રહી છે જેના પગલે તેઆે દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જીન વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ટ્રમ્પનું કહેવું છે કે જ્યારથી તેઆે રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી મીડિયા તેના વિરુદ્ધ ખોટા સમાચારો ફેલાવી રહ્યું છે. આવામાં ગૂગલ તેમના વિરુદ્ધ નકારાત્મક સમાચારો સર્ચ કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. તેમણે લખ્યું કે ‘ઈડિયટ’ શબ્દ લખતાં જ ગૂગલમાં મારો ફોટો ખૂલે છે !

અમેરિકી વેબસાઈટ યુએસએ ટુડેના જણાવ્યા મુજબ જો ગૂગલ પર ઈડિયટ શોધવામાં આવેતો સૌથી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સામે આવે છે જેના પગલે પહેલાંથી જ ઘણી બબાલ થઈ ચૂકી છે. પોતાના ટવીટર પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું કે ‘ટ્રમ્પ લખવા પર ગૂગલ સર્ચ રિઝલ્ટમાં મારા વિરુદ્ધ માત્ર નકારાત્મક સમાચારો જ આવે છે.’ આ એક ફેક ન્યુઝ મીડિયા છે. બીજા શબ્દોમાં કંપની મારા અને અન્ય લોકો વિરુદ્ધ હેરાફેરી કરી રહી છેજેમાં મોટા ભાગના સમાચારો નકારાત્મક છે. તેમાં નકલી સીએનએન સૌથી મહત્ત્વ છે. રિપબ્લીકન-કન્ઝરવેટિવ અને નિષ્પક્ષ મીડિયા બધું ખતમ થઈ ચૂક્યું છે. આ બધું ગેરકાયદેસર છે ?

બીજા ટવીટમાં ટ્રમ્પે કહ્યું કે 96 ટકાથી વધુ લોકોનો ટ્રમ્પ ન્યુઝના સર્ચ રિઝલ્ટમાં રાષ્ટ્રીય ડાબેરી મીડિયાનો હાથ છે જે ઘણો ખતરનાક છે. ગૂગલ અને અન્ય કંપનીઆે કન્ઝરવેટિવનો અવાજ દબાવી રહ્યા છે અને સમાચારો છુપાવી રહ્યા છે. આ સારી વાત છે. આ લોકો એ વસ્તુઆેને નિયંત્રિત કરી રહ્યા છે જેને આપણે જોઈ પણ શકીએ છીએ અને નથી પણ જોઈ શકતા. આ અત્યંત ગંભીર વાત છે જેના પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં જૂલાઈ 2018માં મોબાઈલ ફોન આેપરેટિંગ સિસ્ટમને લઈને ગૂગલ વિરુદ્ધ પાંચ અબજ ડોલરનો દંડ લાગવા પર ટ્રમ્પ જોરદાર વરસ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગૂગલ અમેરિકાની મહાન કંપની છે. જો કે હવે ગૂગલ પર જ નિશાન તાકતાં ટ્રમ્પે કહ્યું કે ઈડિયટ લખવાથી તેમની તસવીર જ શા માટે આવે છે ?

print

Comments

comments

VOTING POLL