ઈન્ટરનેટ સેવા આપવામાં કંપનીઆે ભેદભાવ નહી રાખી શકે

July 12, 2018 at 10:47 am


બ્લોક કરીને, સેવા નહી આપીને અથવા ઝડપી ઇન્ટરનેટ એક્સેસ આપીને અન્ય લોકો સાથે ભેદભાવ કરનારી ઇન્ટરનેટ સેવા આપતી કંપનીઆે પર પ્રતિબંધ મૂકતા નેટ ન્યુટ્રાલિટીના નિયમોને ટેલિકોમ કમિશને મંજૂરી આપી હતી. જોકે નેટ ન્યુટ્રાલિટીની ફ્રેમ વર્કમાંથી કેટલીક સર્જરી અને સ્વયંચાલિત કાર્સને બાકાત રાખવામાં આવી છે.
ટેલિકોમ સેક્રેટરી અરુણા સુંદરરાજને જણાવ્યું હતું કે, ટેલિકોમ કમિશને ટ્રાઇ દ્વારા ભલામણ કરવામાં આવેલી નેટ ન્યુટ્રાલિટીને માન્યતા આપી દીધી છે. કેટલીક અતિઆવશ્યક સેવાઆેને એમાંથી બાકાત રાખવામાં આવી છે.
ટેલિકોમ રેગ્યુલેટરી આૅથોરિટી આૅફ ઇન્ડિયાએ સેવાપ્રદાતા કંપનીઆે દ્વારા ઇન્ટરનેટ પર આપવામાં આવતા વિષયોની માહિતીમાં ભેદભાવ કરે તેવા કરાર કરવા પર અંકુશ મૂકવાની ભલામણ કરી હતીટેલિકોમ કમિશને નવી ટેલિકોમ પોલિસી-નેશનલ ડિજીટલ કમ્યુનિકેશન્સ પોલિસી 2018ને પણ મંજૂરી આપી હતી.
બધાએ આજે મીટિંગમાં જણાવ્યું હતું કે દેશ માટે ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતા ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે મહÒવનું છે. નીતિ આયોગના સીઇઆે અમિતાભ કાંતે જણાવ્યું હતું કે દરેક જિલ્લાઆેમાં ડિજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરું પાડવામાં આવે તેની આપણે વ્યવસ્થા કરવી જોઇએ. તેથી ભારતમાં ઇઝ આૅફ ડુઇંગ બિઝનેસ અને પોલિસીના અમલ માટે યોગ્ય વાતાવરણ હોવું જોઇએ, એમ અરુણા સુંદરરાજને જણાવ્યું હતું. આ મીટિંગમાં ભાગ લેનાર એક અધિકારીએ જણાવ્યું હતું કે ટેલિકોમ કમિશને દરેક ગ્રામ પંચાયતમાં જરુરિયાત મુજબ આર્થિક ભંડોળ આપી આશરે 12.5 લાખ વાઇ-ફાઇ હોટસ્પોટ ઊભા કરવા માટે ડિસેમ્બર 2018 સુધીમાં 6,000 કરોડ રુપિયાનું ફંડીગ કરવા મંજૂરી આપી છે.

print

Comments

comments

VOTING POLL