ઈન્ટેક્સના માલિક અને આઈપીએલની ટીમના ફ્રેન્ચાઈઝી કેશવ બંસલ ‘આજકાલ’ના આંગણે

March 23, 2017 at 5:08 pm


આગામી તા.7મી એપ્રિલથી રાજકોટમાં આઈપીએલ-10ની સિઝનનો પ્રથમ મેચ રમાનાર છે અને તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે ઈન્ટેક્સ કંપ્નીના માલિક અને ગુજરાત લાયન્સના ફ્રેન્ચાઈઝી કેશવ બંસલ ‘આજકાલ’ના મહેમાન બન્યા હતાં અને ગ્રૂપ એડિટર ચંદ્રેશભાઈ જેઠાણી સાથે મુક્તમને ટીમ વિશે, ઈન્ટેક્સ વિશે ચર્ચા કરી હતી. કેશવ બંસલે જણાવ્યું હતું કે આ વખતે પણ ગુજરાતના ‘લાયન્સ’ ગર્જના કરવા માટે સજ્જ બની ગયા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ટીમનું સૂત્ર છે કે ‘ગેમ મારી છે’ તે આ વખતની સિઝનમાં અવશ્યપણે સાર્થક થશે અને ટીમ ચેમ્પિયન બનશે.
કેશવ બંસલે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ આઈસીસી રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાના કી-પ્લેયર અને ગુજરાત લાયન્સનો મહત્ત્વપૂર્ણ હિસ્સો એવા રવિન્દ્ર જાડેજા હકમનો એક્કો સાબિત થશે. જાડેજાએ ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતની ટીમો સાથે બેટ અને બોલ બન્ને વડે શાનદાર પ્રદર્શન કર્યું હોય તેનો ફાયદો ગુજરાત લાયન્સને મળશે.

ઈજાગ્રસ્ત ખેલાડી ડવેઈન બ્રાવોની ઈજા અંગે બોલતાં કેશવ બંસલે કહ્યું કે બ્રાવોની ઈજા આમ તો ચિંતાજનક છે પરંતુ તે ટીમ સાથે ટૂંક સમયમાં જોડાઈ જશે તેવી આશા રાખીએ છીએ. ટીમે આ વખતે યુવા અને નવોદિત ખેલાડીઓને હરાજી મારફતે ખરીદયા હોય તેનાથી ઘણું બળ મળશે.
ટીમની કરોડરજ્જુ સમાન કપ્તાન સુરેશ રૈના સહિતના ખેલાડીઓ વિશે બંસલે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે જેવી રીતે ગત સિઝનમાં રૈના, મેક્કયુલમ, સ્મિથ સહિતના ખેલાડીઓએ ધમાકેદાર બેટિંગ કરી વિરોધી બોલરોને હંફાવ્યા હતાં તેવી રીતે આ સિઝનમાં પણ તેઓ શાનદાર બેટિંગ કરશે. આ ઉપરાંત ઈંગ્લેન્ડના ધુંવાધાર બેટસમેન જેસન રોયને પણ ટીમમાં સમાવાયો હોય બેટિંગ લાઈન વધુ મજબૂત બની જશે.
તમને રાજકોટનું ગ્રાઉન્ડ અત્યંત પસંદ છે આમ છતાં તમે કાનપુરને શા માટે સેક્ધડ હોમગ્રાઉન્ડ પસંદ કર્યું ? આ પ્રશ્ર્નનો જવાબ આપતાં બંસલે કહ્યું કે અમે અમારી ઈન્ટેક્સ બ્રાન્ડને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માગીએ છીએ તેથી જ કાનપુરમાં ટીમના બે મેચ રમાશે જેથી કરીને ઈન્ટેક્સને ઉત્તરપ્રદેશના લોકો પણ ઓળખે.

ગુજરાત વિશે બોલતાં બંસલે ઉમેર્યું કે અહીંના લોકોને અમને બહોળો પ્રતિસાદ સાંપડયો છે અને તેથી જ અમે આ વખતે રાજકોટમાં મુંબઈ અને કોલકત્તા જેવી દિગ્ગજ ટીમોના મેચ રાજકોટમાં રમાડવા નિર્ણય લીધો છે.

ઓપનિંગ સેરેમનીમાં સેલિબ્રિટીઓનો થશે જમાવડો
આજે ‘આજકાલ’ના આંગણે પધારેલા ઈન્ટેક્સના માલિક અને ગુજરાત લાયન્સના ફ્રેન્ચાઈઝી કેશવ બંસલે જણાવ્યું હતું કે આઈપીએલને 10 વર્ષ પૂર્ણ થતાં હોય તેની ઉજવણી માટે દરેક ટીમના હોમગ્રાઉન્ડ પર ઓપનિંગ સેરેમની યોજવામાં આવશે ત્યારે 7મી એપ્રિલે રાજકોટમાં કલકત્તા-ગુજરાત વચ્ચેના મેચમાં પણ ઝાકઝમાળભર્યો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ટાઈગર શ્રોફ, ભૂમિ ત્રિવેદી, સચિન-જીગર સહિતના કલાકારો તો ધમાલ મચાવવાના છે. આ ઉપરાંત અન્ય જાણીતી સેલિબ્રિટીઓ પણ રાજકોટની મહેમાન બનશે અને આ ઓપનિંગ સેરેમની યાદગાર બની જશે તેવો વિશ્ર્વાસ બંસલે વ્યક્ત કર્યો હતો.

પિતા મહેન્દ્ર બંસલ મારા આદર્શ: કેશવ
કેશવ બંસલે જણાવ્યું હતું કે હં મારા આદર્શ તરીકે મારા પિતા મહેન્દ્ર બંશલને માનું છું. આ ઉપરાંત રતન તાતાને પણ એટલા જ પસંદ કરું છું કેમ કે તેમની બિઝનેસ કરવાની આવડત અનોખી છે. મેં મારા પિતામાંથી ઘણી શીખ મેળવી છે અને આ શીખના આધારે જ હં એક સફળ બિઝનેસમેન બની શક્યો છું. અત્યારે ઈન્ટેક્સ કંપ્નીને કરોડો લોકો ઓળખે છે તેના પાછળ મારા પિતાની આવડત જ કારણભૂત છે. મેં ઘણી નાની ઉંમરથી બિઝનેસ સંભાળી લીધો હતો અને અત્યારે અમે ટોચની કંપ્નીઓમાં સ્થાન મેળવી શક્યા તેનું ગૌરવ પણ છે. હજુ પણ ઈન્કટેક્સ દિન-પ્રતિદિન સફળતાથી હરણફાળ ભરશે તેવું પણ કેશવે ઉમેર્યું હતું.

આઈપીએલ થકી ઈન્ટેક્સને થયો જોરદાર ફાયદો
કેશવ બંસલે એક પ્રશ્ર્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે આઈપીએલ-9થી આ ટૂનર્મિેન્ટ સાથે જોડાયા બાદ ખાસ કરીને ઈન્ટેક્સ કંપ્નીને બહોળો ફાયદો થયો છે અને લોકો આ બ્રાન્ડને વધુ ઓળખતાં થયા છે. અમે અમારી બ્રાન્ડને પ્રમોટ કરવા માટે જ આઈપીએલ સાથે જોડાયા છીએ તેવું કહેતાં બંસલે જણાવ્યું કે જો અમને તક મળશે તો અમે આગળ પણ આ ટૂનર્મિેન્ટમાં ટકી રહેવા માગીએ છીએ.

ટીમની સફળતા પાછળ મીડિયાનો સિંહફાળો: બંસલ
મીડિયાનો આભાર માનતાં કેશવ બંસલે જણાવ્યું હતું કે ટીમને કોઈ એક વ્યક્તિથી સફળતા મળતી નથી તેવી રીતે જ ગુજરાત લાયન્સની સફળતામાં આમ તો અનેક લોકો સહભાગી બન્યા છે પરંતુ રાજકોટના મીડિયાનો પણ સિંહફાળો રહ્યો છે. બંસલે શહેરના પોલીસ તંત્ર, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સહિતનાનો પણ આભાર માન્યો હતો.

ગુજરાત લાયન્સના ટ્રેનિંગ કેમ્પ્નો રવિવારથી પ્રારંભ
ગુજરાત લાયન્સ દ્વારા ઈન્ડિયન પ્રિમિયર લીગ સીઝન 10 માટે 26 માર્ચથી રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સ્ટેડીયમ ખાતે તૈયારીઓ શ કરવામાં આવશે જે તેમના બે હોમગ્રાઉન્ડ પૈકી એક છે જ્યારે બીજું ગ્રાઉન્ડ ગ્રીન પાર્ક સ્ટેડીયમ કાનપુર છે. મહત્વના ખેલાડીઓ ટીમ સાથે પ્રેક્ટિસ સત્ર શ કરશે અને ગુજરાત લાયન્સના ચાહકોને તેમના મનપસંદ ખેલાડીઓને પ્રેક્ટિસ કરતા જોવાની ખુબ જ ઉત્તમ તક મળશે. ઈન્ટેકસ ટેકનોલોજીસના ડાયરેકટર અને ગુજરાત લાયન્સના માલિક કેશવ બંસલે જણાવ્યું હતું કે, વર્ષના આ સમયમાં આઈપીએલ સીઝન નજીક આવીને ઉભી છે ત્યારે તમામ ટીમે તૈયારીઓ આરંભી દીધીછે. જેથી 20-20 ક્રિકેટની આ સીઝન ઘણી સ્પધર્ત્મિક રહેશે. આ સીઝન માટે ગુજરાત લાયન્સ પણ ખુબ જ ઉત્સાહ સાથે સખત પ્રેકટીસ શ કરી રહી છે અને આ કેમ્પમાં અમને ખુબ જ આરામદાયક અને ખુશનુમા માહોલ મળી રહ્યો છે. ટીમની પહેલી બેન્ચ 26 માર્ચથી કેમ્પ્ની શઆત કરશે અને બાકીના લોકો જેમ જેમ તેમના વર્તમ્ન કાર્યો પુરા કરે તેમ જોડાતા જશે. ખેલાડીઓ ખુબ જ સતત ટ્રેનીંગ લઈ રહ્યા છે અને આ સીઝનમાં સફળતા અંગે પણ ખુબ જ સખત ટ્રેનીંગ લઈ રહ્યા છે અને આ સીઝનમાં સફળતા અંગે પણ ખુબ સકારાત્મક જણાઇ રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL