ઈન્ડોનેશિયા સુનામી : મોતનાે આંકડો વધીને 395 થઈ ગયો

December 25, 2018 at 7:56 pm


ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટâા બાદ ત્રાટકેલા સુનામીના મોજામાં મોતનાે આંકડો રોકેટગતિથી વધી રહ્યાાે છે. આજે વધુ કેટલાક મૃતદેહ મળી આવ્યા બાદ મોતનાે આંકડો વધીને 395 ઉપર પહાેંચી ગયો હતાે. ઘાયલ થયેલા લોકોની સંખ્યા સત્તાવાર રીતે 1500 આંકવામાં આવી છે. ઘાયલ પૈકીના કેટલાક હજુ ગંભીર સ્થિતીમાં છે. કાટમાળ હેઠળ લોકોની શોધખોળ ચાલી રહી છે. હવે લોકો જીવિત મળે તેવી શક્યતા આેછી છે. જો કે બચાવ અને રાહત કામગીરીને જારી રાખવામાં આવી છે. લાપતા થયેલા લોકોની સંખ્યા પણ ખુબ મોટી હોવાનુ જાણવા મળ્યુ છે. હજારોની સંખ્યામાં મકાનાે ધરાશાયી થઇ ગયા છે. સુન્ડા સ્ટ્રેટની આસપાસના વિસ્તારોમાં સુનામીના કારણે ભારે નુકસાન થયુ છે. આ વખતે સુનામીના કારણે તમામ નિ»ણાંતાે ભારે પરેશાન છે. કારણ કે આ ક્ષેત્રમાં કોઇ ભૂકંપનાે આંચકો આવ્યો ન હતાે. એકાએક દરિયામાં 20 ફુટ સુધી ઉંચા મોજા ઉછળવા લાગી ગયા હતા. સુનામીની પહેલાથી કોઇ ગતિવિધી નજરે પડી રહી ન હતી. જેના લીધે કોઇ એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી ન હતી. લાપતા થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. આ વષેૅ બીજી વખત સુનામીથી તબાહી થઇ છે. સÃટેમ્બરમાં 28મી તારીખે સુલાવેસીમાં ભૂંકપ અને સુનામીના કારણે 2500 લોકોના મોત થયા હતા. દુનિયામાં પૃથ્વીની સપાટી ઉપર સક્રિય જ્વાળામુખી પૈકી અડધાથી વધુ જ્વાળામુખી આ વિસ્તારમાં આવે છે. આજ કારણસર આ વિસ્તારને રિંગ આેફ ફાયર અથવા તાે આગના ગાેળા તરીકે કહેવામાં આવે છે. આ ક્ષેત્રમાં દર વષેૅ ભૂકંપ અને સુનામીના કારણે અભૂતપૂર્વ નુકસાન થાય છે. 2004માં ઇન્ડોનેશિયામાં ભૂકંપ બાદ સુનામીએ હિંદ મહાસાગરના દરિયા કાંઠા પર આવેલા દેશોમાં ભારે તબાહી મચાવી હતી અને સવા બે લાખ લોકોના મોત થઇ ગયા હતા. નવેસરથી વિનાશક સુનામીમાં મોતનાે આંકડો વધી શકે છે. 26મી ડિસેમ્બર 2004ના દિવસે હિંદ મહાસાગરમાં ભૂકંપ બાદ સુનામી ત્રાટકતા 13 દેશોમાં 226000 લોકોના મોત થયા હતા. એકલા ઇન્ડોનેશિયામાં તે વખતે 120000 લોકોના મોત થયા હતા. 1883માં ક્રાકાટાઉમાં જ્વાળામુખી ફાટતા સુનામીથી 36000 લોકોના મોત થઇ ગયા હતા. 1883માં વિનાશક જ્વાળામુખી બાદ અફડાતફડી મચી ગઈ હતી. દુર્ઘટનાઆેની શ્રેણીનાે દોર જારી રહ્યાાે છે. આ વષેૅ અનેક જ્વાળામુખી અને ભૂકંપના બનાવો બની ચુક્યા છે. સત્તાવાળાઆેએ સુંડા દ્વિપની આસપાસ દરિયા કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તથા પ્રવાસીઆેને બીચથી દૂર રહેવા માટે સૂચના આપી છે. આ ચેતવણીને 26મી ડિસેમ્બર એટલે કે આવતીકાલ સુધી રહેશે.

print

Comments

comments

VOTING POLL