ઈફેક્ટ 377: લગ્નના એક દિવસ પહેલાં દુલ્હનને છોડી છોકરા સાથે ભાગ્યો દુલ્હો

September 14, 2018 at 11:25 am


હરિયાણાના યુમુનાનગરમાં એક ચોકવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીંયા એક દુલ્હો પોતાના લગ્નના એક દિવસ પહેલાં અચાનક લાપત્તા થઈ ગયો. જ્યારે પોલીસે આ મામલાની તપાસ હાથ ધરી તો દુલ્હો સમલૈંગિક સંબંધ ધરાવતો હોવાનો ખુલાસો થયો. પ્રાપ્ત માહિતી અનુસાર યમુનાનગરના કાંસાપુર રોડ સ્થિત કોલોનીમાં રહેતો 25 વર્ષીય યુવકની સગાઈ બે વર્ષ પહેલાં પંજાબના મુબારકપુરની છોકરી સાથે થઈ હતી.
આ 11 સપ્ટેમ્બરે આ યુવકના લગ્ન હતા.પરંતુ લગ્નના એક દિવસ પહેલા મહિલા સંગીત વાળા દિવસે દુલ્હો પોતાના નાબાલિગ દોસ્ત સાથે લાપત્તા થઈ ગયો. દુલ્હાની માતાએ કહ્યું કે એના પુત્રના નાબાલિક દોસ્ત કેટલાક દિવસથી આ લગ્ન મુદ્દે નારાજગી વ્યક્ત કરી રહ્યો હતો. એક વખત ફોન પર લગ્ન ન કરવાની ધમકી આપી હતી.
તપાસ દરમિયાન ખબર પડી કે બંને યુવકના પરિવારજનો કેટલાક મહિનાથી ચાલ-ચલન જોઈને અલગ કરવાની કોશિશ કરી રહ્યા હતા. દુલ્હાના નાબાલિક દોસ્તની માતાનું માનીએ તો ગત વર્ષે જ એમણે પોતાના પુત્રને પરિવારથી બેદખલ કરી દીધો હતો.
એમણે જણાવ્યું કે, આ બંને કેટલાક મહિનાથી સાથે રહેતા હતા. જ્યારે એ નાબાલિક પુત્રને ધમકાવતી હતી, તો એ કહેતા કે તમારે પણ બહેનપણી છે.
યમુનાનગરના પોલીસ અધિકારી નરેન્દ્ર રાણાએ જણાવ્યું કે, પોલીસે બંનેના ફોન સર્વલાન્સ પર મૂક્યા છે, જેથી એમનું લોકેશન ટ્રેસ કરી શકાય.
પ્રારંભિક તપાસમાં આ મામલો સમલૈંગિક સંબંધનો હોવાની શક્યતા છે. પોલીસની તપાસ ચાલું છે.

print

Comments

comments

VOTING POLL