ઈરાન પુરતુ આેઈલ આપશે, ઈંધણના ભાવ નહી વધે

July 12, 2018 at 11:05 am


ભારત અને ઈરાન વચ્ચે શાિબ્દક યુધ્ધ શરૂ થયું હતું અને ઈરાને ભારતને ચેતવણી આપી હતી ત્યારબાદ વિદેશ મંત્રાલયની સક્રિયતાથી સંબંધો ફરી સુધરવા લાગ્યા છે.
ઈરાને ફરીવાર ભારતને એવી ખાતરી આપી છે કે, ભારતને પુરતા પ્રમાણમાં આેઈલ મળતું જ રહેશે અને સલામતિની વ્યવસ્થા સાથે આ પ્રક્રિયા ચાલુ રહેશે.
અમેરિકાની દાદાગીરીને લીધે ભારતને ઈરાનના રાજદ્વારીઆેએ ગઈકાલે ધમકી આપી હતી કે, આેઈલ સપ્લાયમાં ભારતને અપાતા વિશેષ અધિકારો બંધ કરવામાં આવશે.
પરંતુ વિદેશ મંત્રાલયે તાબડતોબ આ મુદો હાથ પર લઈને ઈરાન સાથે વાતચીત કરી હતી અને ફરી બાજી સુધરી ગઈ હોવાનો દાવો થયો છે.
જો અમેરિકાના નિયંત્રણોને પગલે ભારત ઈરાનના આેઈલ આયાત પર કાપ મુકે તો ગંભીર પરિણામો આવશે તેવી ચીમકી ઈરાનના દૂત દ્વારા અપાઈ હતી.
ત્યારબાદ સુષ્મા સ્વરાજે બાજી સંભાળી લીધી હતી અને ઈરાનના નેતાઆે સાથે ટેલીફોન પર વાતચીત કરીને ચોખવટો કરી હતી.
જો કે, ઈરાને આેઈલનો પુરવઠો વિશેષ અધિકારો સાથે જ આપવાની ખાતરી આપી દીધી છે ત્યારે હવે પેટ્રાેલ-ડીઝલના ભાવમાં જંગી ઉછાળાનો ભય પણ રહેતો નથી.
ઈરાને ભારતને એવી વિશેષ સુવિધા આપી છે કે, આેઈલના બીલના ચૂકવણા રૂપિયામાં થઈ શકે છે માટે ભારતને ઈરાનનું આેઈલ સૌથી સસ્તા ભાવે મળે છે.
હવે આ સગવડતા યથાવત રહી છે ત્યારે Iધણના ભાવમાં ભડકાનો વ્યકત થયેલો ભય દૂર થાય છે અને ઈરાન સાથેના સંબંધો પહેલા જેવા જ થયા છે.

print

Comments

comments

VOTING POLL