ઈલેકટ્રીક ગુડઝ ખરીદી પેટે 1.17 લાખનો ચેક પાછો ફરતા વેપારી સામે ફોજદારી ફરિયાદ

November 14, 2017 at 5:26 pm


રાજકોટ: રાજકોટના શ્રીજી માર્કેટિંગના નામથી અલ્પાઝો કંપ્નીની ઈલેકટ્રીક આઈટમની સૌરાષ્ટ્ર-કચ્છની ડિસ્ટ્રિબ્યુયર શિપ ધરાવતા હરેશભાઈ દુર્લભદાસ ગટેચા પાસેથી સાવરકુંડલા ખાતે ઈલેકટ્રીક આઈટમોની પેઢી ધરાવતા આકાશ એન્ટરપ્રાઈઝના કિશોરભાઈ બચુભાઈ ચુડાસમાએ ઉધાર માલની ખરીદી કરેલ હતી. બાદમાં અલગ અલગ બરીલની વિગતે કુલ ા.1,17,110નો ચેક ઈસ્યુ કરી ફરિયાદીને સોંપી આપેલ. જે ચેક વસુલાત મેળવવા ફરિયાદીએ તેમના એકાુન્ટમાં રજુ રાખતા સદરહં ચેક ફંડસ ઈનસફીસીયન્ટના કારણે તહોમતદારની બેન્કે ડિસઓનર કરેલ હતો. જેથી કાયદાના પ્રબંધો મુજબ ફરિયાદીએ તહોમતદારોને નોટિસ પાઠવી રાજકોટ કોર્ટમાં ચેક ડિસઓનર સબબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતા.ફરિયાદની વિગતો તથા રેકર્ડ ઉપરના દસ્તાવેજો ધ્યાને લઈ કોર્ટે આરોપી ઉપર સમન્સ ઈસ્યુ કરી આગામી મુદતે હાજર થવા આદેશ કરેલ છે. આ કામમાં ફરિયાદી વતી વકીલ વિવેક એલ.ધનેશા રોકાયા છે.

print

Comments

comments

VOTING POLL