ઈલેક્ટ્રિક કાર ખરીદવા પર ચાર લાખ સુધીની સબસીડી મળવાની સંભાવના

August 27, 2018 at 10:57 am


દેશમાં અંધાધૂંધ રીતે વધી રહેલી ગાડીઓની સંખ્યા અને શ્ર્વાસ રુંધાય જાય તેવા પ્રદૂષણથી છૂટકારો અપાવવા માટે સરકારે ઈલેક્ટ્રિક કારને પ્રોત્સાહન આપતી યોજના પર કામ શ કરી દીધું છે. આ હેઠળ ઈ-વાહનોની ખરીદારી પર 1.4 લાખથી 4 લાખ પિયા સુધીની સબસીડી મળી શકશે.
અધિકારીઓએ જણાવ્યું કે પ્રદૂષણમુક્ત ઈલેક્ટ્રિક કારને પ્રોત્સાહન આપવા માટે સરકાર ફેમ ઈન્ડિયાનો બીજો તબક્કો શ કરવા જઈ રહી છે. આ સ્કીમ માટે 5500 કરોડ પિયાના બજેટને મંજૂરી આપી દેવાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 સપ્ટેમ્બરે મળનારી વૈશ્ર્વિક ગતિશીલતા શિખર સંમેલન ‘મૂવ’ના ઉદ્ઘાટન સમારોહમાં આ યોજનાનું અનાવરણ કરશે. આ દરમિયાન વાહન ક્ષેત્રની દિગ્ગજ કંપ્નીઓના સીઈઓ પણ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે ફેમ યાજેનાના પહેલા તબક્કા હેઠલ બેટરીથી ચાલનારી બાઈક પર 1800થી 29000 પિયાનું પ્રોત્સાહન આપવામાં આવતું હતું. જ્યારે થ્રી-વ્હીલર ઉપર 3300થી 61000 પિયાનું પ્રોત્સાહન અપાતું હતું.
બીજા તબક્કામાં તેનો વિસ્તાર વધારવામાં આવશે અને પ્રોત્સાહન રકમમાં પણ વધારો કરાશે.

print

Comments

comments

VOTING POLL