ઈશા દેઓલના સીમંતમાં પંડિત ઉપર ભડકયા જયા બચ્ચન

August 28, 2017 at 6:06 pm


અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન તેમના શિસ્ત માટે બોલિવૂડમાં જાણીતા છે. આ બંને રીત-રીવાજોનું પણ ચુસ્ત રીતે પાલન કરે છે અને તેમાં બાંધછોડ આ બંને ચલાવી લેતાં નથી. જયા બચ્ચનના આ શિસ્તની ઝલક તાજેતરમાં જ જોવા મળી હતી. હેમા માલિનીના ઘરે ઈશા દેઓલની ગોદ ભરાઈમાં જયા બચ્ચને પણ હાજરી આપી હતી. આ તકે તેમણે વિધિ કરવા આવેલા એક પંડિતને ખખડાવી નાખ્યાં હતા. તાજેતરમાં જ ઈશા દેઓલના સીમંતનો પ્રસંગ યોજાયો હતો. હેમા માલિનીના ઘરે યોજાયેલા આ પ્રસંગમાં નજીકના મિત્રો અને પરિજનોએ હાજરી આપી હતી. આ તકે સીમંતની વિધિ કરાવવા આવેલા પંડિતોમાંથી એક પંડિત ઈશા દેઓલની વિધિ કરાવવાને બદલે સેલ્ફી લેવામાં વ્યસ્ત થઈ જતાં, મહેમાનોમાં બેઠેલા જયા બચ્ચને તેની ઝાટકણી કાઢી હતી. જયાએ તેમને પૂજામાં ધ્યાન આપવાની તાકિદ કરી દેતાં સૌ કોઈ હસી પડ્યા હતા. આ સાથે જ જયાના કડક સ્વભાવની ઝલક ફરીવાર જોવા મળી હતી.

print

Comments

comments

VOTING POLL