ઈશ્વરના દર્શન માટે જતા હોવ તો આટલું ધ્યાન જરૂર રાખજો

June 28, 2017 at 7:00 pm


આમ તો ભગવાનની પૂજા-અર્ચના અને સેવા કરવાનો દિવસ કે સમય નથી હોતો. કોઈપણ સમયે સાચા મન અને અતૂટ શ્રદ્ધાની સાથે કરવામાં આવેલ પૂજા કે દર્શન શુભ ફળ પ્રદાન કરે જ છે, પરંતુ ધર્મ ગ્રંથો પ્રમાણે પૂજા વગેરે કરવા માટે કેટલાક નિયમો-કાયદા બતાવ્યા છે.

દરેક વારનો સંબંધ કોઈને કોઈ ભગવાન સાથે માનવામાં આવે છે. જો જે-તે વાર સાથે સંબંધિત ભગવાનના દિવસે ભગવાનની પૂજા-અર્ચના અને તેમના મંદિરોમાં જઈ તેના દર્શન કરવામાં આવે તો તેનું ફળ સંપૂર્ણ એટલે ધાર્યા પ્રમાણે પ્રાપ્ત થાય છે.

સોમવારે શિવદર્શનનું મહત્વ છે, મંગળવારે સંકટમોચન હનુમાનજીના દર્શન કરવાથી મંગળ સંબંધિત તકલીફો દૂર થાય છે. બુઘ્ધવારે ગણપતિની પૂજાનું મહાત્મ્ય છે, ગુરુવારે પોતાના આદ્ય ગુરૂને યાદ કરી તેમને નમન કરવું જોઈએ, શુક્રવારે લક્ષ્મીજી અથવા કાળી મંદિર પર જઈ દર્શન કરવાથી પરિવાર પર માતાજીની અસીમ કૃપા બની રહે છે.

print

Comments

comments

VOTING POLL