ઈસરોની સેન્ચુરી: એક સાથે ૩૧ ઉપગ્રહનું લોન્ચિંગ

January 12, 2018 at 11:07 am


નવા વર્ષ ના પ્રારંભે જ ઈસરોએ વધુ એક ઉડાન ભરી છે અને શ્રીહરિકોટાથી આજે સવારે ૩૧ ઉપગ્રહનું સફળ લોન્ચિંગ કયુ છે. ઈસરોનું આ ૧૦૦મું લોન્ચિંગ હતું. ચેન્નઈ સ્થિત શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર પરથી આ ૧૦૦મા ઉપગ્રહ સાથે ૩૦ અન્ય ઉપગ્રહ પણ અંતરિક્ષમાં લોન્ચ કર્યા હતાં. જેમાં ભારતના ૩ અને બાકીના ૨૮ ઉપગ્રહ કેનેડા, ફ્રાંસ, કોરિયા, અમેરિકા અને ફિનલેન્ડ જેવા દેશોના હતાં. આ ઉપગ્રહ ભારતને હવામાનની માહિતી મેળવવામાં ઘણા ઉપયોગી સાબીત થશે. આ ઉપરાંત ભારતની જાસૂસી તાકાત પણ વધશે. ખાસ કરીને ચીન અને પાકિસ્તાનની કોઈપણ પ્રકારની હિલચાલ ઉપર ભારત નજર રાખી શકશે. આ સફળ લોન્ચિંગ બદલ વડાપ્રધાન અને રાષ્ટ્ર્રપતિએ ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા છે.
ઈસરોએ પોતાના મિશન માટે ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન પીએસએલવી–સી૪૦ મોકલ્યું છે. જે કાર્ટેાસેટ–૨ની શ્રેણીનો ઉપગ્રહ અને ૩૦ અન્ય ઉપગ્રહ સાથે આજે સવારે ઉડાન ભરી હતી. જેની ૨૮ કલાકની ઉલટી ગણતરી સવારથી શરૂ થઈ ગઈ હતી.

શ્રી હરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના પહેલા લોન્ચ પેડ પરથી આ ૪૪.૪ મીટર લાંબા રોકેટને છોડવામાં આવ્યું હતું. સહ–યાત્રી ઉપગ્રહોમાં ભારતનો એક માઈક્રો અને એક નેનો ઉપગ્રહ સામેલ છે. યારે બીજા છ અન્ય દેશના છે. જેમાં કેનેડા, ફિનલેન્ડ, ફ્રાંસ, કોરિયા, બ્રિટેન અને એમેરિકાના ત્રણ માઈક્રો અને ૨૫ નેનો ઉપગ્રહ સામેલ કરવામાં આવ્યા છે. ઈસરો અને એંટિ્રકસ કોર્પેારેશન લિમિટેડની વચ્ચે થયેલી વ્યાપારીક સમજૂતી હેઠળ આ ૨૮ આંતરરાષ્ટ્ર્રીય ઉપગ્રહોને છોડવામાં આવશે. આ ૧૦૦મો ઉપગ્રહ કાર્ટેાસેટ–૨ શ્રેણીનો ત્રીજો ઉપગ્રહો છે.
વર્ષ ૨૦૧૮માં પીએસએલવીનું આ પહેલું મીશન છે. જેના અંતર્ગત અંતરિક્ષ અભિયાન હેઠળ ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન પીએસએલવી–સી૪૦ દ્રારા ૩૧ ઉપગ્રહ લોન્ચ કયુ હતું. કાર્ટેાસેટ–૨ એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે, જે ઉચ્ચ–ગુણવત્તાવાળા ચિત્ર પ્રદાન કરવા સક્ષમ છે. જેનો ઉપયોગ શહેરી અને ગ્રામીણ નિયોજન, તટીય ભૂમિ ઉપયોગ, રોડ નેટવર્ક પર નજર રાખવા વગેરે માટે કરવામાં આવશે

print

Comments

comments

VOTING POLL