ઈિન્દરાનગરમાં મહિલાનો જાત જલાવી આપઘાત

August 10, 2018 at 3:51 pm


રૈયાધાર મફતિયાપરામાં આવેલ ઈિન્દરાનગરમાં રહેતી મહિલાએ બાથરૂમમાં શરીરે કેરોસીન છાંટી અિગ્નસ્નાન કરી લેતાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

બનાવ અંગેની વિગત મુજબ રૈયાધાર મફતિયાપરા પાસે આવેલ ઈિન્દરાનગરમાં રહેતી રંજનબેન મોહનભાઈ ગોહિલ ઉ.વ.40 નામની મહિલાએ આજે સવારે પોતાના ઘરે હતી ત્યારે બાથરૂમમાં શરીરે કરોસીન છાંટી અિગ્નસ્નાન કરી લેતાં ગંભીર હાલતમાં સારવારમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. બનાવ અંગેની જાણ યુનિવસિર્ટી પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી જઈ પ્રાથમિક તપાસ કરતા મૃતક રંજનબેનના પતિ મોહનભાઈ માલાભાઈ ગોહિલએ આક્ષેપ કર્યો હતો કે, અગાઉ તેની પત્ની રંજનબેને લીલીબેન રાજપુત નામની મહિલા પાસેથી રૂા.10 હજાર 10 ટકાના વ્યાજે લીધા હતા અને ફોન પર લીલીબેન ધમકી આપતી હોય જેથી કંટાળી જઈ તેણીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL