ઈ-કોમર્સ કંપનીઆે હવે ખાનગી બ્રાન્ડની ચીજો વેચી શકશે

January 4, 2019 at 10:34 am


ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ખાનગી બ્રાન્ડની ચીજોના વેચાણ પર પ્રતિબંધના મામલામાં એક સપ્તાહમાં જ કેન્દ્ર સરકારે પલટી મારી દીધી છે અને હવે ખાનગી ઉત્પાદનો વેચી શકશે તેવી છૂટ જાહેર કરી છે. ઈ-કોમર્સ કંપનીઆેની આક્રમક વ્યૂહનીતિ કામ કરી ગઈ હોય તેવું લાગે છે અને એટલા માટે જ સરકારે ચોખવટ કરવી પડી છે.

સરકારે એક અઠવાડિયા પહેલાં ખાનગી ઉત્પાદનો ઈ-કોમર્સ કંપની વેચી નહી શકે તેવી નીતિ જાહેર કરી ત્યારબાદ દેશની બે સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઆે એમેઝોન ઈન્ડિયા અને ફલીપકાર્ટ એકમંચ પર આવી ગઈ. આમ તો આ કંપનીઆે એકબીજાથી કટ્ટર હરિફ છે પરંતુ સરકારનું નાક દબાવવા માટે બન્ને ભેગી થઈ ગઈ અને સરકાર સામે આક્રમક રજૂઆત કરી હતી. અત્યારે આ બન્ને કંપનીઆે પાસે 200 વિભિન્ન શ્રેણીઆેને કવર કરનારી 30 ખાનગી બ્રાન્ડ છે. દેશમાં ખાનગી બ્રાન્ડના વિસ્તાર માટે કંપનીઆેએ રૂા.15 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. આ કંપનીઆેએ કહ્યું છે કે, જો સરકારે પ્રતિબંધ હટાવ્યો ન હોત તો અમને કરોડો -પિયાની ખોટ જાત, કારણ કે, કર્મચારી ભરતી અને માર્કેટિંગ માટે અમે કરોડોનો ખર્ચ કરી નાખ્યો છે.

સરકાર પર તમામ ઈ-કોમર્સ કંપનીઆેએ દબાણ વધારી દેતાં અંતે ગઈકાલે સરકારના આૈદ્યાેગિક નીતિ વિભાગ ડીઆઈપીપી દ્વારા ચોખવટ કરવામાં આવી હતી. હવે ઈ-કોમર્સ કંપનીઆે ખાનગી બ્રાન્ડની ચીજો વેચી શકશે તેવી એમણે ચોખવટ કરી નાખી છે અને ઈ-કોમર્સ કંપનીઆેનો કરોડોનોખર્ચ બચાવી લીધો છે. હજુ પણ ઈ-કોમર્સ કંપનીઆે ફીક્કી અને ભારતીય ઉદ્યાેગ સંઘની મદદથી સરકાર સાથે બેઠકો કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. સંભવતઃ 11મી જાન્યુઆરીના રોજ આ મહત્વની બેઠક સરકાર સાથે યોજાઈ શકે છે.

print

Comments

comments

VOTING POLL