ઈ-ફાર્મસીના વિરોધમાં સૌરાષ્ટ્રના કેમિસ્ટો દ્વારા હલ્લાબોલ- આવેદન

January 8, 2019 at 10:49 am


ઈ-ફાર્મસીના વિરોધમાં આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના કેમિસ્ટો દ્વારા હલ્લાબોલ કરી રેલી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આેનલાઈન દવાના વેચાણ સામે ઘણા સમયથી દેશભરના કેમિસ્ટો દ્વારા વિરોધ ઉઠી રહ્યાે છે તેમ છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ નિર્ણય ન લેવાતા આ રોષ આક્રમક બની રહ્યાે છે જેના ભાગરૂપે આજે કેમિસ્ટો ભેગા થઈ રેલી કાઢી કલેકટર તથા ફºડ એન્ડ ડ્રગ વિભાગમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. તાજેતરમાં કેન્દ્ર સરકારએ ગેઝેટ નોટીફીકેશન નંબર 817 તા.28-8-2018થી આેનલાઈન દવા વેંચાણ માટેના નીતિ નિયમો બહાર પાડેલ અને તેના સામે વાંધાઆે માંગવામાં આવેલ, અમોએ અમારા વાંધાઆે રજુ કરેલ છે પણ કેન્દ્ર સરકારનું આ પગલુ જ એ વાતને ચોકકસ કરે છે કે આજના દિવસે ચાલી રહેલ દવાઆેના આેનલાઈન વેંચાણને કાયદાકીય મંજુરી નથી અને તેથી જ આેનલાઈન વેંચાણ થતી દવાઆે, આેનલાઈન આેર્ડર સામે ટ્રાન્સપોર્ટ થતી દવાઆે, આેનલાઈન દવા વેંચાણની જાહેરાત આ સર્વે ગેરકાયદેસર છે.

આ અંગે કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે,વિભાગમાં ભૂતકાળમાં આજપ્રવૃતિઆે કાયદા બહારી ઘોષીત કરવામાં આવેલી અને તે માટે દરેક જિલ્લા એકમમાં બેઠેલ સત્તાધીશોની આંખ ખોલવા માટે આજે ‘હલ્લાબોલ’ કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમ હેઠળ દરેક એસોસીએશન રેલી સ્વરૂપે જઈને જિલ્લા કક્ષાએ કલેકરને તેમજ ખોરાક અને આૈષધ નિયમન તંત્રના અધિકારીને આવી પ્રવૃતિ સામે કડક પગલા લેવા સહ મેમોરેન્ડમ આપશે અને તાલુકા કક્ષાએ આજ રીતે સરકારના જે તે અધિકારીને આવેદન પત્ર અપાયું હતું.

આવેદનમાં જણાવ્યા મુજબ ગેરકાયદેસર આેનલાઈન વેંચાણ ઉપર તાત્કાલીક પગલાઃ દવાના આેનલાઈન ગેરકાયદેસર બિઝનેશમાં નારકોટીકસ તથા સાયકોટ્રાેપીક કન્ટેન્ટ અને હેબીટફોર્મિંગ ડ્રગ્સના આેનલાઈન વેંચાણમાં ઘણો બધો ખતરો રહેલ છે. દેશનું યુવાધન આનાથી અવળા માર્ગે દોરવાનો પુરતો ખતરો છે. તથા પ્રીસ્ક્રીપ્સન ઉપર જ વેચાણ બાબતની અવિશ્વñીયતા ઉભી થવાની શકયતા છે., સમાન મંચ અને સમાન તક એજ અમારી માંગ વેપારીઆેની જેમ જ આેનલાઈન વ્યાપારમાં કાયદાની મર્યાદામાં બંધાઈને ડ્રગ્સ એકટ મુજબ પ્રીસ્ક્રીપ્સન તથા ફામાર્સિસ્ટની હાજરીનું પાલન તેમણે પણ જરૂરી છે. એકને ગોળ અને બીજાને ખોળ જેવી વેપારી વિરોધી ભેદભાવ ભરી નીતીમાં બદલાવ જોઈએ. દવાના ભાવ સરકારનું એનપીપીએ ખાતું નકકી કરે છે થા ડીપીસીઆેના કાયદાની અંતર્ગત દવાની કિંમત અને નફાનું ધોરણ પણ સરકાર જ નકકી કરે છે જેમાં અમારા વેપારીઆેનો કોઈ જ રોલ નથી છતાં પણ આેનલાઈન કંપનીઆે પડતરથી નીચા ભાવે વેચાણ કરે તેનો સિદ્ધો અથર્ દવાની ગુણવત્તાની બાબતનો આવે. જુદી જુદી બ્રાન્ડેડ દવાઆેની એમઆરપી મુજબ ડોકટર જે બ્રાંડ લખે તે જ અમારે આપવાની રહે છે. આેનલાઈન વેંચાણમાં દવાઆે મનફાવે તેમ બદલી નાખવામાં આવે છે જેમાં સરકારની દરમ્યાનગીરી જરૂર છે. તેમ પ્રમુખ મયુરસિંહ જાડેજા અને માનદમંત્રી અનિમેશ દેસાઈએ જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL