ઉડાન સ્કીમ હેઠળ જેટ એરવેઝની ફલાઇટનું ભાડું રૂા.967થી શરૂ થશે

May 16, 2018 at 11:24 am


ફુલ-સવિર્સ એરલાઇન જેટ એરવેઝ 14 જુનથી સરકારની રિજનલ કનેિક્ટવિટી સ્કીમ ‘ઉડાન’ હેઠળ ફલાઇટ્સ શરૂ કરશે અને તેનું ભાડું રૂા.967 જેટલી નીચી કિંમતથી શરૂ થશે. ઉડાન હેઠળ વિવિધ આેપરેટર્સને કુલ 325 રૂટ ફાળવવા માટે જાન્યુઆરીમાં યોજાયેલી બિડિ»ગમાં જેટ એરવેઝને ચાર રૂટ મળ્યા હતાં, જેમાંથી તે પ્રથમ ફલાઇટ લખનૌ-અલ્હાબાદ-પટણા સેકટર પર શરૂ કરશે જયારે બાકીના ત્રણ રૂટમાં નવી દિલ્હી-નાશિક, નાગપુર-અલ્હાબાદ-ઇન્દોર અને લખનૌ-બરેલી-દિલ્હી રૂટનો સમાવેશ થાય છે. ઉડે દેશ કા આમ નાગરિક એટલે કે ઉડાન સ્કીમ હેઠળ એક કલાકના પ્રવાસ માટ રૂા.2,500 જેટલું નીચુ ભાડું રાખવામાં આવ્યું છે. ઉડાન સ્કીમ હેઠળ, લખનૌ-અલ્હાબાદ-પટણા માટેનું ભાડું રૂા.967 રહેશે, જયારે પટણા-અલ્હાબાદ-પટણા રૂટનું ભાડું રૂા.1,216 રહેશે એમ જેટ એરવેઝે મંગળવારે જણાવ્યું હતું. આવી જ રીતે, નાગપુર-અલ્હાબાદ-નાગપુર રૂટનું ભાડું રૂા.1,690 જયારે ઇન્દોર-અલ્હાબાદ-ઇન્દોરનું ભાડું રૂા.1,914 રહેશે. દિલ્હી-નાશિક-દિલ્હીનું ભાડું રૂા.2,665 રહેશે.

માત્ર રૂા.13,499માં યુએસની ફલાઇટ
આઇસલેન્ડની સસ્તા ભાડાંની એરલાઇન વાઉ એર ભારતમાં 7 ડિસેમ્બર 2018થી કામગીરી શરૂ કરશે. એરલાઇને મંગળવારે જાહેરાત કરી હતી કે તે નવી દિલ્હી અને આઇસલેન્ડના કેફલાવિક એરપોર્ટ ખાતેની પાંચ સીધી ફલાઇટ ઉડાડશે. આ ફલાઇટ ઉત્તર અમેરિકા અને યુરોપનાં પાંચ સ્થળોને જોડશે. આઇસલેન્ડ, યુએસ, કેનેડા અને લંડનની ઇકોનોમી કેટેગરીમાં વન-વે ટિકિટને વાઉ બેઝિક ફેર કહેવાય છે અને તેનો પ્રારંભ રૂા.13,499થી થાય છે. જયારે બિઝનેસ કલાસ ફેર વાઉ પ્રીમિયમનો ભાવ રૂા.46,599થી થશે, એમ એરલાઇન કંપનીએ જણાવ્યું હતું.

ઇન્ડિગો વિદેશનાં 24 શહેરો સુધીની ફલાઇટ શરૂ કરશે
સસ્તાં ભાડાની એરલાઇન ઇન્ડિગો આવતા 18 મહિનામાં વિદેશના 24 સ્થળોનો ઉમેરો કરીને તેની ફલાઇટ આેફરિ»ગ્સમાં વધારો કરશે. આ નવા રૂટમાંથી 18 રૂટ મિડલ ઇસ્ટ, સાઉથ ઇસ્ટ એશિયા અને ચીનના ટૂંકા અંતરના હશે જયારે 6 રૂટ ફ્રાન્સ, જર્મની, બેિલ્જયમ, બ્રિટન અને િસ્વટ્ઝરલેન્ડના લાંબા અંતરના હશે. આ રૂટ ઉમેરીને ઇન્ડિગો બે પેસેજ ધરાવતાં વિમાનોના આેર્ડ ર આપે તેવી શકયતા છે. ઇન્ટરનેશનલ સ્તરે વિસ્તરણની યોજના તૈયાર છે અને ઇન્ડિગો દ્વારા જુલાઇમાં યોજાઇ રહેલા એર-શોમાં મોટા કદનાં વિમાનોના આેર્ડ આપવામાં આવે તેવી શકયતા છે. ઇન્ડિગોએ આ અંગે ટિપ્પણી કરી નોહતી પરંતુ સરકારી અધિકારીએ પુિષ્ટ આપી હતી કે, ઇન્ડિગો મોટા પાયે ઇન્ટરનેશનલ આેપરેશન્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઇન્ડિગો આેકટોબર સુધીમાં ભારતનાં શહેરોને બહેરિન, બાંગ્લાદેશ, ભુતાન, હાેંગકાેંગ, કુવૈત, મલેશિયા, સાઉદી અરેબિયા (રિયાધ) અને યુએઇ (અબુ ધાબી) જેવાં ડેસ્ટિનેશન્સ સાથે જોડશે.

print

Comments

comments

VOTING POLL