ઉડી ઉડી જાય… દિલ કી પતંગ… ઉડી ઉડી જાય… ગરબામાં બોલિવૂડના ગીતનો લાગશે તડકો

September 13, 2017 at 4:19 pm


આવી ‘આજકાલ’ના ગરબાની રઢીયાળી રાત… રે… ‘આજકાલ’ અને પાર્થરાજ કલબ આયોજીત ગરબાનું કાઉન્ટડાઉન શ થઈ ગયું છે. વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં નવલા નોરતાની રમઝટ જામશે. છેલ્લા સાત વર્ષથી સૌરાષ્ટ્ર-કચ્છમાં નંબર વન દાંડીયાનું બિદ મેળવેલા આ નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે પણ વૈવિધ્ય સભર આકર્ષણો ઉમેરાશે. જેમાં ખેલૈયાઓના હાર્ટબીટ એવા બામ્બુ બીટસે એકથી એક ચડીયાતા ગીતો અને રીધમ તૈયાર કરી છે.

નવલી નવરાત્રીમાં ખેલૈયાઓને મનમુકી જુમાવવા બામ્બુ બીટસ રેડી થઈ ગયું છે. 25થી વધુ સંગીતકારોની ટીમ રાજકોટના ખેલૈયાઓમાં ગરબાનો જાદુ પાથરશે. આ વખતે ગરબામાં બોલીવુડનો તડકો લાગશે. નવા આકર્ષણ વિશે ગીરીશભાઈએ જણાવ્યું હતું કે, દર વર્ષ કરતા આ વર્ષે અલગ અલગ પેટર્ન તૈયાર કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ગરબાની વચ્ચે બોલીવુડ તડકાની ગીતોનો તડકો ઉમેરાશે જેના કારણે આ ગરબાની ધુન પર ખેલૈયાઓને રમવાનો ઉત્સાહનો સંચાર થશે. તેમજ પેલા રાઉન્ડથી લઈ છેલ્લા રાઉન્ડ સુધી ઉર્જા મળશે.
બામ્બુ બિટસે તૈયાર કરેલી રીધમમાં આ વખતે વોટર ડ્રમીંગની વિશેષતા છે. જેમાં પાણી ભરેલા ડ્રમ પર સંગીતની નવી ધુન ઉત્પ્ન થશે. આ ધુન ખેલૈયાઓને થીરકવામાં મજબુર કરી દેશે. આ ઉપરાંત આ વર્ષે ઉડી ઉડી જાય તેમજ અરીજીતસિંગના ગીતો પર ખેલૈયાઓ રમઝટ બોલાવશે. આ વર્ષે જ સોશ્યલ મિડીયા પર ‘સોનું તને મારા પર ભરોસો નહીં કે…’ ગીતે ધુમ મચાવી છે અને ખેલૈયાઓની માંગણી મુજબ આ ગીત પર રીધમ તૈયાર કરવામાં આવી છે.

‘આજકાલ’ આયોજીત ગરબામાં બામ્બુ બિટસનું નવલું નજરાણુ 12 વર્ષનો હર્ષ કે જે સેકસોફોન મ્યુઝીકલ ઈન્સ્ટ્રુમેન્ટ પર જાદુના તાર છેડશે તેમજ સુપ્રસિધ્ધ ગાયકો જયેશ ગાંધી, વિનયકુમાર, સોનીકા શમર્િ અને તૃપ્તી નાયકના સુમધુર ગીતો પર ખેલૈયાઓ થીરકશે. બામ્બુ બિટસે યુવા ધનમાં આકર્ષણ જમાવ્યું છે.

પાસના બુકિંગ માટે ખેલૈયાઓનો ધસારો

વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ‘આજકાલ’ ગ્રુપ અને પાર્થરાજ કલબના ઉપક્રમે સુંદર નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં પાસ મેળવવા યુવાહૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાસનું બુકિંગ શ થઈ ગયું છે. પાસ માટે પાર્થ વિવાહ કલેકશન-150 ફૂટ રિંગરોડ, ગિરિરાજ હોસ્પિટલ સામે મો.98797 79719 તથા ધનરજની બિલ્ડિંગ, પહેલો માળ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ. મો.98242 49094નો સંપર્ક કરી પાસ મેળવી શકાશે. શાનદાર નવરાત્રી મહોત્સવ આયોજનમાં દર વખતે જુદી જુદી કંપ્નીઓ પોતાની પ્રોડકટની જાહેરાત કરતી હોય છે જેમાં આ વખતે પણ કોઈ કંપ્નીને પોતાની પ્રોડકટનું બ્રાન્ડિંગ કરવા માગતી હોય તો સ્પોન્સરશિપ માટે મો.99798 50589નો સંપર્ક કરી શકે છે.

વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તૈયારીઓ પુરજોશમાં
આગામી સપ્તાહથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ‘આજકાલ’ અને પાર્થરાજ કલબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધમાકેદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં યોજાનાર આ મેગા નવરાત્રી મહોત્સવની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. અરવિંદભાઈ પટેલની સીધી દેખરેખ હેઠળ વિનાયક મંડપ સર્વિસ, મયુર ડેકોરેશન દ્વારા ગ્રાઉન્ડને સુશોભીત કરાઈ રહ્યું છે. તો ઈવેન્ટ ડેકોરેશનમાં એસ.આર. ક્રિએશન ચાર ચાંદ લગાવી રહ્યું છે. ખેલૈયાઓની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે અમદાવાદની જાણીતી પંજર સિકયુરીટી તહેનાત કરાશે અને ખેલૈયાઓ જીભને દાઢે વળગે તેવો સ્વાદ સોની કેટરર્સ આપશે. આ નવરાત્રી મહોત્સવના રેડીયો પાર્ટનર તરીકે રેડ એફએમ છે. રમવામાં કોઇપણ વિક્ષેપ ન પડે તે મુજબ ગ્રાઉન્ડ પર તૈયારીનો ધમધમાટ ચાલી રહી છે.

print

Comments

comments

VOTING POLL