ઉત્તરકોરિયાનો ખાત્મો કરીને જ ઝંપશું: ટ્રમ્પનો હુંકાર

September 24, 2017 at 1:24 pm


અમેરિકાએ નોર્થ કોરિયાની ઉપરથી એકવખત ફરી બોમ્બર્સ ઉડાવીને પોતાની તાકાત દેખાડી છે. સાથે જ કહ્યું કે કોઈપણ પડકારને પહોંચી વળવા માટે અમારા પાસે અનેક વિકલ્પો છે. સંયુકત રાષ્ટ્ર્રમાં ઉત્તર કોરિયાના વિદેશ મંત્રી રી યોંગની અમેરિકા પર તીખી પ્રતિક્રિયા પછી બંને દેશ વચ્ચે તણાવ વધી ગયો છે. જેના પરિણામ સ્વપે અમેરિકાએ ઉત્તર કોરિયા પરથી બીજી વખત બોમ્બર્સ ઉડાવ્યાં છે. આ પહેલાં પણ અમેરિકાએ ૧૮ સપ્ટેમ્બરે નોર્થે કોરિયા ઉપરથી બોમ્બર્સ ઉડાવ્યાં હતા.
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રી રી યોંગે સંયુકત રાષ્ટ્ર્ર સંઘની સામાન્ય સભામાં અમેરિકાને ચેતવણી આપી હતી. કિમ યોંગે ચેતવણી આપતાં કહ્યું હતું કે, અમેરિકા જો એમ વિચારે છે કે તે પ્યોંગયાંગ પર હત્પમલો કરશે તો તેના આ વિચારો તેમને સુસાઈડ મિશન તરફ લઈ જશે. યોંગના નિવેદનનો જવાબ આપતાં અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિટ કર્યુ હતું કે, જો લિટલ રોકેટ મેનનના સપનાંઓને તેના માણસો હકિકતમાં મૂકતાં રહેશે તો તેઓ એમ સમજી લે કે ઉત્તર કોરિયા વધુ દિવસો સુધી નહીં રહી શકે. અમે તેને નેસ્તનાબૂદ કરી દઈશું. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ અમેરિકા ડિફેન્સ ડિપાર્ટમેન્ટના પ્રવકતા ડાના વ્હાઈટે શનિવારે કહ્યું કે, આ મિશનનું હેતુ તે દેખાડવાનો હતો કે પ્રેસિડન્ટ ટ્રમ્પની પાસે કોઈપણ ખતરાને પહોંચી વળવા માટે મિલિટ્રી ઓપશન્સ છે. વ્હાઈટે તેમ પણ જણાવ્યું કે, અમેરિકા એરફોર્સના બી–૧બી લાન્સર બોમ્બર્સે ગુઆમથી ઉડ્ડયન ભરી હતી. અમારા બોમ્બર્સની સાથે જાપાનના –૧૫ ઇગલ ફાઈટર પ્લેન્સ પણ હતા.
દક્ષિણ કોરિટાના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, નોર્થ કોરિયાની મિસાઈલે ૩૭૦૦ કિમીનું અંતર કાપ્યું અને તે ૭૭૦ કિમીની ઐંચાઈ સુધી ગઈ. નોર્થ કોરિયાએ કન્ફર્મ કર્યુ કે જાપાન પર છોડવામાં આવેલી મિસાઈલ હ્વાસોંગ–૧૨ હતી. આ મિસાઈલને તેઓએ ૧૨ ઓગસ્ટે છોડી હતી. નોર્થ કોરિયાની ન્યૂઝ એજન્સી કેસીએનએ કિમના હવાલે કહ્યું હતું કે, વિશ્વ જોઈ લે કે ઉત્તર કોરિયા પર તમામ પ્રતિબંધો છતાં અમે અમારો હેતુ પૂર્ણ કર્યેા. અમાં અંતિમ હેતુ અમેરિકાની ફોર્સ જેટલી તાકાત એકઠી કરવાનો છે કે જેથી તેઓ અમારા પર સૈન્ય કાર્યવાહીની હિંમત ન કરી શકે

print

Comments

comments