ઉત્તરપ્રદેશમાં રવિવારે ત્રીજા તબક્કાનું મતદાન: આજે પ્રચારના ભુંગળા શાંત

February 17, 2017 at 11:06 am


ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના રવિવારે થનારા ત્રીજા તબક્કામા મતદાન માટે 12 જિલ્લાની 69 બેઠક પર પ્રચારના ભુંગળા આજથી શાંત થઈ જશે. ત્રીજા તબક્કામાં ફર્રુખાબાદ, હરદોઈ, કન્નોજ, મૈનપુરી, ઈટાવા, ઓરૈયા, કાનપુર દેહાત, કાનપુર, ઉન્નાવ, લખનૌ, બારાબંકી અને સીતાપુર જિલ્લાની 69 સીટ પર રવિવારે મતદાન થશે.
2012માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સપાએ આ 69 બેઠકોમાંથી 55 સીટો જીતી હતી. જ્યારે બસપાને 6 અને ભાજપ્ને 5 સીટ મળી હતી જ્યારે કોંગ્રેસના ખાતામાં 2 અને અપક્ષને 1 બેઠક મળી હતી.
ત્રીજા ચરણની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ હોય તમામ દિગ્ગજો એડિચોટીનું જોર લગાવી દેશે. અખિલેશ યાદવ આજે યુપીમાં તાબડતોબ 7 રેલી કરશે જેમાં લખનૌમાં 2 અને બારાબંકીમાં 5 રેલીનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ આજે સિધ્ધાર્થનગર, બસ્તી અને સંત કબીર નગરમાં જનસભાને સંબોધન કરશે. અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ પણ પ્રચારનો મોરચો સંભાળશે. તેઓ સીતાપુર અને કન્નોજમાં રેલીઓ કરશે. જ્યારે યુપીના રાયબરેલીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા વાડ્રા એક સાથે પ્રચાર કરશે. આવું પહેલી વખત બનશે કે ભાઈ-બહેન એક સાથે પ્રચાર મેદાનમાં જનસભાને સંબોધિત કરવાના હોય. માયાવતીની પાર્ટી બસપાએ પણ પ્રચારમાં કાચું ન કપાય જાય તે માટે તૈયારીઓ કરી લીધી છે. બસપાએ અલગ અલગ અંદાજમાં નવા પોસ્ટર જારી કયર્િ છે. આ પોસ્ટર દ્વારા માયાવતીના સત્તામાં આવવાનો દાવો કરાઈ રહ્યો છે. પોસ્ટરમાં મત આપ્નારા મતદારોની લાઈનો બતાવવામાં આવી છે અને દાવો કરવામાં આવ્યો છે કે આ લાઈન માયાવતીની વાપસીના પૂરાવા છે.
ત્રીજા ચરણમાં જે દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં છે તેમાં જશવંતનગર સીટ પરથી મુલાયમસિંહના ભાઈ શિવપાલસિંહ યાદવ, લખનૌ છાવણી સીટ પરથી મુલાયમની પુત્રવધૂ અપણર્િ અને હાલના ધારાસભ્ય રીતા બહગુણા જોશી (ભાજપ), અખિલેશના પિતરાઈ ભાઈ અનુરાગ યાદવ, પ્રદેશના રાજ્યમંત્રી નીતિન અગ્રવાલ, બસપાને છોડીને ભાજપમાં ગયેલા વૃજેશ પાઠક (લખનૌ મધ્ય સીટ), કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય પી.એલ.પુનિયાના પુત્ર તનુજ પુનિયા (જૈદપુર સીટ)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગૃહમંત્રી રાજનાથસિંહ સામે પણ લોકસભા મતક્ષેત્ર લખનૌમાં ભાજપ્ને જીતાડવાની મહત્વની જવાબદારી રહેશે.

print

Comments

comments

VOTING POLL