ઉત્તરપ્રદેશ અને બિહારમાં રેપ ઉપર મોદી કઇ બોલતા જ નથી

August 10, 2018 at 7:55 pm


છત્તીસગઢના પાટનગર રાયપુરમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહાેંચેલા કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર ભારતીય જનતા પાટીૅ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પ્રહાર કર્યા હતા. મોદી ઉપર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશ અને બિહારમાં બળાત્કાર થાય છે પરંતુ વડાપ્રધાન મોદી એક શબ્દ પણ બાેલતા નથી. જ્યારે તેઆેએ મોદીને કહ્યું કે, તેઆે તેમની આંખમાં આંખ નાંખીને જોઇ શકતા નથી. લોકો ટીવી ઉપર જોઇ ચુક્યા છે કે, તેઆે બીજી બાજુ જોઈ રહ્યાા હતા. કારણ કે, ચોકીદાર હવે ભાગીદાર બની ગયા છે. મોદી ઉપર શાÂબ્દક પ્રહાર કરતા રાહુલે કહ્યું હતું કે, જ્યારે ઉત્તરપ્રદેશ અને બિહારમાં બાળકીઆે ઉપર રેપ થાય છે ત્યારે મોદી કોઇ નિવેદન કરતા નથી. તમામ લોકોને પ્રન થાય છે કે, ભાજપ શાસિત રાજ્યોમાં બળાત્કારના કેસ કેમ બની રહ્યાા છે.
મહિલાઆેની સાથે છેલ્લા ચાર વર્ષમાં બળાત્કારના કિસ્સાઆેમાં સતત વધારો થયો છે. રાહુલે કહ્યું હતું કે, તેઆે સંરક્ષણ મંત્રી સમક્ષ પણ કહી ચુક્યા છે કે, ભારતના લોકો સમક્ષ ખોટુ નિવેદન કરવામાં આવ્યું છે પરંતુ જવાબ મળ્યો નથી. રાહુલે કહ્યું હતું કે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નામ પનામા પેપસૅમાં આવ્યું છે અને તેમને સજા થઇ છે. છત્તીસગઢમાં મુખ્યમંત્રીના પુત્રનું નામ પનામા પેપસૅમાં આવ્યું હતું પરંતુ કોઇપણ પ્રકારની તપાસ થઇ નથી. ભાજપ અને એનડીએની આ ચોકીદારી રહી છે. રાયપુરમાં પાટીૅના રાજ્ય એકમના નવા ભવનનું ઉદ્ઘાટન કરવા માટે રાહુલ પહાેંચ્યા હતા. રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને રાહુલની આ યાત્રા ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

print

Comments

comments

VOTING POLL