ઉત્તરાયણનાં દિને સાનુકુળ પવન હવામાન ખાતુ

January 12, 2019 at 2:25 pm


જો હવામાન ખાતુ અને હવામાન શાંીઆેની આગાહી મુજબ પવન ફºંકાય તો પતંગ ચગાવવા બહુ ઠુમકા મારવા નહી પડે

છેલ્લા બે દિવસથી પવનની ઝડપ 10 ડિગ્રી કરતાં વધુ છે. ઉત્તરાયણનાં દિવસે પણ ગુલાબી ઠંડી સાથે પવનની ઝડપ 15 કિમી કરતાં વધુ રહેવાની શકયતા છે તે પતંગ શોખીનો માટે સારા સમાચાર છે. રાજસ્થાન પર કેન્દ્રીત થયેલા અપરએર સરકયુલેશનનાં પગલે પવનની ઝડપ ગુજરાત ભરમાં વધશે અને ઉત્તર ભારતમાં ચાલું રહેલી હીમવષાર્ અને ભાવનગર સહિત રાજ્યનાં તમામ વિસ્તારોમાં પવનની દિશા ઉત્તર પુર્વ હોવાનાં કારણે ઠંડળો પવન ફºંકાઇ રહ્યાે છે. અમદાવાદ િસ્થત હવામાન ખાતાએ તો આજે આગાહી કરીને ડંકે કી ચોટ પર જણાવ્યું હતું કે, સંક્રાંત એટલે એક 14મી જાન્યુઆરીનાં રોજ પવન 15થી 20 કિમીની ઝડપે પવન ફºંકાશે.
હવામાન ખાતાનાં જણાવ્યા પ્રમાણે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતનાં કેન્દ્રાેમાં તો પવનની ઝડપ 14મીએ પવનની ઝડપ 20થી 25 કિલોમીટરની આસપાસ રહેશે જ્યારે ભાવનગર સહિતનાં સૌરાષ્ટ્રનાં કેન્દ્રાેમાં પવન સરેરાશ 15 કિમી આસપાસ ઝડપે ફºંકાશે. જ્યારે આણંદ કૃષિ યુનિવસિર્ટીનાં વડા ડો.વ્યાસ પાંડેએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને આણંદ સહિતનાં મધ્ય ગુજરાતનાં અને સુરત, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતનાં કેન્દ્રાેમાં પવનની ઝડપ 20થી 25 કિમી રહેવાની શકયતા છે તો બીજી બાજુથી ભાવનગર સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં પવનની ઝડપ 15 કિમી આસપાસ રહેશે. દાતીવાડા કૃષિ યુનિવસિર્ટીનાં હવામાન શાંી પ્રજાપતિએ પણ ઉત્તરાયણનાં દિવસે સમગ્ર રાજ્યમાં પવનની ઝડપ 15થી 20 કિમી આસપાસ રહેવાની શકયતા છે. ટુંકમાં ઉત્તરાયણનાં દિને પવનની ઝડપ સાનુકુળ રહેશે.

print

Comments

comments

VOTING POLL