ઉત્તર કોરિયા સામે યુનોએ મુકયા વધુ આકરા પ્રતિબંધ

August 6, 2017 at 11:50 am


યુનાઇટેડ નેશન્સની સિક્યોરિટી કાઉન્સિલે શનિવારે નોર્થ કોરિયા વિરુદ્ધ વધુ આકરા પ્રતિબંધ લાગૂ કરવાના અમેરિકાના પ્રસ્તાવને સવર્નિુમતે પસાર કર્યો. જેમાં નિકાસ પર પણ પ્રતિબંધનો ઉલ્લેખ છે, જેને કારણે પ્યોંગયાંગને આવકમાં એક અરલ ડોલરનું વાર્ષિક નુકસાન થશે. ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે, 15-0 ના મતોથી યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલે નોર્થ કોરિયા વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાની મંજૂરી આપી છે.
અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યા પછી નોર્થ કોરિયા વિરુદ્ધ ઉઠાવેલું આ પહેલું આ પ્રકારનું પગલું છે તથા આ પ્રસ્તાવથી ચીને પોતાના સાથીદાર ગણાતા દેશ (નોર્થ કોરિયા) ને દંડ કરવાની ઇચ્છાને રજૂ કરી. આ પગલું યુનાઇટેડ નેશન્સ દ્વારા નોર્થ કોરિયા એ જુલાઇમાં કરેલા બે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (આઈસીબીએમ) પરીક્ષણોની વિરુદ્ધ ઉઠાવવામાં આવ્યું છે. આ પ્રસ્તાવ થકી ઉત્તર કોરિયા માટે કોલસો, લોખંડ, કાચું લોખંડ, સીસું અને સમુદ્રી ભોજનના નિકાસ પર પ્રતિબંધ લગાવે છે.
– તેની સાથે જ આ પ્રસ્તાવ વિદેશોમાં કામ કરનાર નોર્થ કોરિયાના શ્રમિકોની સંખ્યા વધારવામાં, નવા સંયુક્ત સાહસોની સાથે કામ કરવા અને વર્તમાન સંયુક્ત સાહસોમાં નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા પર પ્રતિબંધ લગાવે છે.

print

Comments

comments

VOTING POLL