ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર, દિલ્હી-જમ્મુમાં લોકો ઠુંઠવાયા

January 11, 2017 at 10:41 am


સમગ્ર ઉત્તરભારતમાં શીતલહેરે રીતસરનો કહેર મચાવ્યો છે. દિલ્હી અને જમ્મુમાં તો આ સિઝનનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. ઠંડીની બેરહેમી વચ્ચે ઝાકળ પણ પરેશાની ઉભી કરી રહી છે. ઠંડી અને ઝાકળને કારણે લોકોના જીવન અસ્તવ્યસ્ત થઈ ગયા છે. ટ્રેનો પણ મોડી ચાલી રહી છે. બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં પણ ઠંડીનો પારો ગગડયો હતો અને લોકો ઠુંઠવાઈ ગયા હતાં.
દિલ્હીમાં આ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. શીતલહેરે મોટાભાગના લોકોને ઘરમાં જ પૂરાઈ રહેવા મજબૂર કરી દીધા છે. ગઈકાલે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5.2 ડિગ્રી નોંધાયું હતું. બીજી બાજુ ધૂમ્મસને કારણે ટ્રેનો પણ મોડી ચાલી રહી છે. ગઈકાલે દિલ્હી ક્ષેત્રમાં 53 જેટલી ટ્રેનોનું ટાઈમટેબલ વિખેરાઈ ગયું હતું. જ્યારે 14 ટ્રેનોને રદ્દ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઉત્તરપ્રદેશના પણ અનેક વિસ્તારો જેમાં ખાસ કરીને પશ્ર્ચિમી ઉત્તરપ્રદેશમાં દિવસ પર વહેલી બર્ફીલી હવાઓએ લોકોને ધ્રુજાવી દીધા હતાં. ઠંડીને કારણે અહીં ત્રણ લોકોના મોત નિપજ્યા હતાં. અહીં પણ 11 ટ્રેને રદ્દ કરવામાં આવી હતી જ્યારે 20થી વધુ ટ્રેન મોડી ચાલી રહી છે.
જમ્મુમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 3.7 ડિગ્રી નોંધાયું હતું. અહીં સિઝનની સૌથી વધુ ઠંડી ગઈકાલે પડી હતી. જો કે કાશ્મીરમાં હવામાનમાં થોડો સુધાર આવ્યો છે પરંતુ ઠંડી તો ત્યાં પણ એટલી જ પડી રહી છે.
હિમાચલ પ્રદેશમાં પણ હવામાનનો કહેર યથાવત છે. અનેક જિલ્લામાં સતત ચોથા દિવસે વિજપૂરવઠો ખોરવાઈ ગયો હતો. બરફવષર્િ અને વરસાદને કારણે સૌથી વધુ પરેશાની પર્યટકોને થઈ હતી.
શીતલહેર વચ્ચે ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો અને પહાડોની રાણી મસૂરી ઉપરાંત ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને હેમકુંડ સાહિબમાં હિમપાત થયો હતો. એટલું જ નહીં દિવસભર ઠંડી હવા વહેતી રહી હતી.
ઝારખંડમાં રાંચી સહિત અનેક જિલ્લામાં હવામાને પલટો માર્યો હતો અને ધીમા વરસાદે ઠંડીના પ્રમાણમાં વધારો થયો હતો. હરિયાણા અને રાજસ્થાનમાં પણ ઠંડીએ કહેર મચાવી દીધો છે.

print

Comments

comments

VOTING POLL