ઉના પાસે ચોરાઉ બાઈક, 4 મોબાઈલ, કેમેરા સાથે ગીરગઢડાનો ગઠિયો ઝડપાયો

January 11, 2017 at 10:37 am


ઉના-ગીરગઢડા રોડ ઉપર જરગલી ગામના પાટીયા પાસે આવેલ ધોળીવાવ પાસે ગીર-સોમનાથ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ એસ.એલ.ગોહેલ, પ્રવીણભાઈ બાલુભાઈ મોરી, સલીમભાઈ દોસ્ત મહંમદ રાત્રીના મિલકત વિરોધી ગુના અટકાવવા પેટ્રોલિંગ કરી રહ્યા હતાં ત્યારે ઉના તરફથી એક નંબરપ્લેટ વગરના મોટરસાઈકલ ઉપર આવતો મુળ વલાદર ગામનો હાલ ગીરગઢડા રહેતો મહંમદ વલીભાઈ સુમરા (ઉ.19)ને રોકી મોટરસાઈકલના કાગળો તથા આધાર પુરાવા માંગતા ન આપતા તથા એક થેલીમાં રાખેલ સેમસંગ કંપ્નીના ફોન નંગ 4 તથા યાશીકા કંપ્નીનો કેમેરો એક એમ કુલ રૂ.40 હજારની કિંમતનો મુદ્દામાલ મળી આવતા ઉના પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરતાં મોટરસાઈકલ ઉનાના ત્રિકોણબાગ પાસેથી ચોયર્નિું તથા મોબાઈલ ફોન તથા કેમેરો દીવમાં થર્ટીફસ્ટ ઉજવણી વખતે પ્રવાસી પાસેથી ચોરી કયર્નિું કબૂલ કરતાં તેની ધરપકડ કરી વાહનચોરીનો ભેદ ઉકેલી નાખી વધુ ચોરીના ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પૂછપરછ કરી રહ્યા છે. એલસીબી પોલીસે સફળતા મેળવી હતી.

print

Comments

comments

VOTING POLL