ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભાજપ ઉમેદવાર તરીકે વેંકૈયા નાયડુના નામ પર મહોર

July 17, 2017 at 7:53 pm


ભાજપ પાર્લિયામેંટ્રી બોર્ડની બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે વેંકૈયા નાયડુના નામ પર મોહર મરાઈ છે. બેઠક બાદ પાર્ટી અધ્યક્ષ અમિત શાહએ ગઠબંધન દળ સાથે વાતચીત કરી હતી. અને સહયોગી દળને નાયડુના નામની જાણકારી આપી હતી. સાથે જ તમામ સહયોગી દળ પણ નાયડુના નામ સાથે સહમત થઇ ગયા છે. NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ માટે નાયડુની ચર્ચાં હતી. હવે આવતીકાલે સવારે તેઓ સમર્થન માટે નામાંકન ભરશે.

ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે શહેરી વિકાસ મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ વેંકૈયા નાયડુનું નામ સૌથી આગળ હતું. હવે તેમના નામની ઔપચારિક જાહેરાત થઇ ગઈ છે ત્યારે તેઓ મંગળવારે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે.

print

Comments

comments

VOTING POLL