ઉપરી અધિકારીને અપશબ્દો કહેનાર મ્યુ. ઘરવેરા સુપ્રિ. ઝાપડીયા સસ્પેન્ડ

August 24, 2018 at 12:54 pm


ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગના ઇન્ચાર્જ ટેક્સ સુપ્રિ. કે.એસ.ઝાપડીયાને ઉપરી અધિકારી સાથે ખરાબ વર્તન કરવા સબબ ગઈ કાલે સાંજે સસ્પેન્ડ કરી દેવાયા હતા. છેલ્લા ઘણા સમયથી સિનિયોરોટી પ્રશ્ન વિવાદિત બન્યાે હતો તેવામાં આસી. કમિશનર સાથે ફોન પર અપશબ્દો બોલતા બળતામાં ઘી હોમાયું છે. જેના ઘેરા પડઘા પડવા વકી છે. દરમિયાનમાં આ પ્રકરણમાં ઝાપડીયા વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે.
સમગ્ર વિવાદની જાણવા મળતી વિગતો મુજબ સ્ટે.ચેરમેને માંગેલી વિગતો બકરી ઈદના રજાના દિવસે આપવા સૂચના અપાતા ટેક્સ સુપ્રિ. ઝાપડીયા ગીન્નાયા હતા. તેઆે સીનોયોરિટી મુજબ આગળ હોવા છતાં આસી. કમિશનર એફ.એમ.શાહને રિપોર્ટ કરવાનું થતું હોય નારાજગી હતી આ મુદ્દે તેઆે કમિશનરને પણ રજુઆત કરી ચૂક્યા હતા. તેવામાં આસી. કમિશનરે ફોન કરી સૂચના આપતા ઝાપડીયા અકળાયા હતા અને મન ફાવે તેવો વાણી વિલાસ કરી બેઠા હતા. આ મામલો કમિશનર સુધી પહાેંચતા શિક્ષાત્મક પગલાંના ભાગ રુપે તેમને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. જેના પગલે મ્યુ.અધિકારીઆે અને કર્મચારીગણમાં ખળભળાટ મચી ગયો હતો.

print

Comments

comments

VOTING POLL