ઉપલાકાંઠે અને કોઠારિયામાં મહાપાલિકા બનાવશે હોસ્પિટલ

September 11, 2018 at 2:43 pm


રાજકોટ મહાપાલિકા દ્વારા ઉપલાકાંઠે અને કોઠારિયા વિસ્તારમાં બે હોસ્પિટલનું નિમાર્ણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

વધુમાં આરોગ્ય શાખાના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રસુતા માતા મૃત્યુદર ઘટાડવાના આશયથી અને રાજ્ય સરકારની સંપૂર્ણ સહાયથી કોઠારિયા ગામ અને ઉપલાકાંઠા વિસ્તારમાં 24બાય 7 કાર્યરત રહે અને ઈમરજન્સી સારવાર મળી રહે તે માટે 25થી 30 બેડની ક્ષમતા સાથેની મીની હોસ્પિટલનું નિમાર્ણ કરવા તૈયારી શરૂ કરાઈ છે.ઉપલાકાંઠે કયા વિસ્તારમાં હોસ્પિટલ બનાવવી તે માટે સ્થળ પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. જયારે કોઠારિયા ગામતળમાં હોસ્પિટલ બનાવવા સ્થળ પસંદગી કરી લેવાઈ છે. ઈન્ફ્રાસ્ટ્રકચર અને સ્ટાફ સેટઅપ સહિતની પ્રક્રિયામાં દોઢ વર્ષનો સમય લાગશે. 2020નાં અંતે હોસ્પિટલ કાર્યરત થશે.

print

Comments

comments

VOTING POLL