ઉપલેટામાં અઘેરા પરિવારની મહેમાનગતિ માણતાં તારક મહેતા ફેઇમ સોઢી

August 10, 2017 at 11:14 am


નાના બાળકોથી માંડી વૃધ્ધ લોકોમાં સિરીયલમાં જેમનું આગવું નામ છે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાત્ર ભજવતા બાળકોના પ્યારા રોશનસિંગ સોઢીએ ઉપલેટામાં આન-બાન-શાનથી અઘેરા પરિવારની મહેમાનગતિ માણી હતી. શહેરમાં મહેમાન બનવું હોય તો અઘેરા પરિવારનું અને પછી ફાર્મ હાઉસની મુલાકાત હોય તો ઓર મજા-મજા આવી જાય તેવી અઘેરા પરિવારની મહેમાનગતિ માણનારાઓ કહે છે. ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને કડવા પટેલ સોશ્યલ ગ્રુપ્ના પ્રમુખ નીતિનભાઈ અઘેરાના ફાર્મ હાઉસ તારક મહેતા ઉલ્ટા ચશ્મા ફેઈમ રોશનસિં સોઢી પણ મહેમાન બનવાનો મોકો ઝડપી લઈ ફાર્મ હાઉસ ખાતે માતૃશ્રી નર્મદાબેનના આશીવર્દિ લીધા હતા.

આ તકે રોશનસિંગ સોઢીએ પોતાના વર્ષો જૂના સ્મરણોને પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, રાજકોટ પૂર્વ મેયર મંજુલાબેન પટેલ, નીતિનભાઈ એરા, હષર્બિેન અઘેરા, ડિમ્પલભાઈ અઘેરા, ભૂમિકાબેન અઘેરા તેમજ અઘેરા પરિવારના ભુલકાઓ ફેની, ધ્યેય, લાડલો ભીમજી સાથે યાદ કયર્િ હતા. હાઉસ ખાતે રોશનસિંગ સોઢીએ શુધ્ધ કાઠિયાવાડી ભોજનની સાથે ગીર ગાયનું માખર, દહીં, દૂધનો સ્વાદ માણ્યો હતો.

print

Comments

comments

VOTING POLL