ઉપલેટા જૈન જાગૃતિ સેન્ટર મહિલા વિંગ દ્વારા ગરમ કપડાનું વિતરણ

January 10, 2017 at 11:16 am


ઉપલેટાના સેવાભાવી સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જરીયાતમંદ લોકોને ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરના સેવાભાવી સંસ્થા જૈન જાગૃતી સેન્ટરની મહિલા વીંગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠંડીના વાતાવરણમાં ખેતમજુરો અને સ્લમ વિસ્તારમાં જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ અશોકભાઈ શેઠના માર્ગદર્શન મુજબ મહિલા વીંગ દ્વારા સાડી નંગ 200 તેમજ નાના બાળકોને 300 નંગ સ્વેટરનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ હતું. આ કામગીરીમાં જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ અશોકભાઈ શેઠ, દિપકભાઈ શેઠ, ધવલ શાહ, કમલેશ શાહ, હાર્દિક કોટેચા, અમીત શેઠ, નિખિલ શાહ, વત્સલ શેઠ, ચિન્ટુભાઈ તેમજ મહિલા ટીમ જોડાઈ હતી.

print

Comments

comments

VOTING POLL