ઉપલેટા પાલિકાની ચૂંટણીમાં ભાજપ–કોંગ્રેસમાં ભડકો: જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ચેરમેનનું રાજીનામું

February 2, 2018 at 11:55 am


ઉપલેટા નગરપાલિકાની યોજાઈ રહેલી ચૂંટણીમાં ભાજપ અને કાેંગ્રેસ પક્ષમાં ઉમેદવારોમાં ટિકિટ દાવેદારોનો રાફડો ફાટયો છે. બન્ને પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ભારે વિલંબમાં પડી છે. બન્ને પક્ષમાં ઉકળતો ચરુ જોવા મળ્યો છે. ભાજપ અને કાેંગ્રેસના આ ઉકળતા ચરૂનો લાભ લેવા એનસીપી પણ મેદાનમાં આવે તો નવાઈ નહી…!

નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કાર્યકરોની નારાજગી વચ્ચે નામ ફાઈનલ કરી ગઈકાલે જિલ્લા પ્રમુખે તમામ નવ વોર્ડમાં ઉમેદવારોના નામ જાહેર કરી દીધા તેમાં ભારે અસંતોષ કાર્યકરોમાં જોવા મળતા ભાજપે વોર્ડ નં.2,4,6માં ઉમેદવારો બદલવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. વોર્ડ નં.8માંથી ભાજપ આગેવાનની કદર નહી કરતાં તે નવા-જૂની કરવાના મૂડમાં હોવાનું જાણવા મળે છે. જ્યારે વોર્ડ નં.9માં ભાજપ જિલ્લા કાેંગ્રેસના માઈનોરિટી ચેરમેન આરીફ નાથાણીના પુત્ર આશીફ નાથાણીને ટિકિટ આપી કાેંગ્રેસના ગઢમાં ભાજપે પહેલું ગાબડું પાડયું છે પણ ભાજપે ગઈકાલે જ ઉમેદવારો જાહેર કરેલ છે તેમાં અમુક વોર્ડમાં ફેરફાર કરી થૂંકેલું ચાટવું પડે તો નવાઈ નહી. જ્યારે કાેંગ્રેસે હજુ ઉમેદવારોની જાહેરાત કરી નથી પણ છેલ્લા દિવસોથી ધારાસભ્ય, જિલ્લા આગેવાનો, સ્થાનિક આગેવાનો, કાેંગ્રેસના ઉમેદવારો ફાઈનલ કરવાની કસરત કરતાં હતા પણ તેમાં કાર્યકરોમાં ઘણા અસંતોષ જોવા મળતા તેનો પડઘો ગઈકાલે કાેંગ્રેસમાં પડયો હતો. જિલ્લા કાેંગ્રેસ માઈનોરિટીના ચેરમેન આરીફભાઈ નાથાણીએ રાજીનામું આપી ભાજપ સાથે હાથ મિલાવતા ભારતીય જનતા પાર્ટીએ તેના પુત્રને વોર્ડ નં.9માંથી ટિકિટ આપી છે. હાલમાં ભાજપ અને કાેંગ્રેસમાં ઉકળતો ચરુનો લાભ લેવા એનસીપી પણ મેદાનમાં આવે તો નવાઈ નહી.

print

Comments

comments

VOTING POLL