ઉપલેટા પાલિકાની ચૂંટણીમાં 44 ફોર્મ ભરાયા

February 3, 2018 at 11:26 am


ઉપલેટા નગરપાલિકાની નવ વોર્ડમાં 36 બેઠકો માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં કુલ 44 ફોર્મ ભરાયા હતા. આજે અંતિમ દિવસે ભાજપ-કાેંગ્રેસ સહિત અપક્ષોનો ફોર્મ ભરવા ધસારો જોવા મળશે.

નગરપાલિકાના નવા સિમાંકન મુજબ નવ વોર્ડ માટે 36 બેઠકો યોજાઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં પહેલી વખત 50 ટકા સ્ત્રી અનામત આવતા મતદારોએ 18 સ્ત્રી, 18 પુરુષોને ચૂંટીને બોર્ડમાં મોકલશે. ગઈકાલે મામલતદાર કચેરી ખાતે 44 ફોર્મ ભરાયા હતા. આજે ફાર્મ ભરવાના અંતિમ દિવસ હોવાથી ફોર્મ ભરાવાનો ધસારો જોવા મળશે. સોમવારે ફોર્મની ચકાસણી કરવામાં આવશે જ્યારે મંગળવારે ફોર્મ પરત ખેંચી શકાશે. નગરપાલિકા ચૂંટણી લડવા ભાજપ-કાેંગ્રેસ, એનસીપી સમાજ પાર્ટી સહિત અપક્ષો પણ મેદાનમાં ઉતરતા ભાજપ-કાેંગ્રેસ માટે ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાડવું પડશે.

ગઈકાલે ભાજપમાંથી વોર્ડ નં.5માંથી જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી હરસુખભાઈ સોજીત્રાના પત્ની જયશ્રીબેન સોજીત્રા, જેન્તીભાઈ ગજેરા, સંજયભાઈ વેકરિયા, વષાર્બેન રાકેશભાઈ કપુપરા અને વોર્ડ નં.7માંથી ભાજપના જગદીશ બાબુભાઈ કપુપરાએ ઉમેદવારી નાેંધાવેલ હતી. આ તકે તેમની સાથે શહેર ભાજપના પ્રમુખ માધવજીભાઈ પટેલ, સતિષભાઈ સોજીત્રા જોડાયા હતા.

print

Comments

comments

VOTING POLL