ઉપલેટા પાસે અકસ્માતમાં ભીડોરા ગામના સરપંચના પિતા સહિત બેના મોત

February 5, 2019 at 12:48 pm


ઉપલેટા-લીબુડા વાયા ઈન્દ્રા ગામની બસ નં.જીજે-18-વાય ગઈકાલે બપોરે ડ્રાઈવરે સ્ટેયરીગ પરનો કાબું ગુમાવતાં રોડ નીચે ઉતરી એક મુસાફરનું ઘટના સ્થળે મોત થયેલ હતું. જયારે ભીડોરા ગામના સરપંચના પિતાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઉપલેટા ડેપોની બસચાલક અરજણભાઈ બી. ભારાઈ બપોરે 12-50 મિનિટે ઉપલેટા એસ.ટી. ડેપોમાંથી 17 વિદ્યાથ} અને 17 મુસાફરો લઈને નિકળી હતી બસ શહેરની બહાર ત્રણ કિલોમીટર દૂર પહાેંચી હતી ત્યારે પાટણવાવ તરફથી આવી રહેલ વાહનને રસ્તો આપવા જતાં બસ રોડ નીચે ઉતરી જતાં સિમેન્ટના ખાંભા સાથે અથડાતાં ઝાડ સાથે ધડાકા ભેર અથડાઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલા ભીડોરા ગામના કાંતીભાઈ ગાંડુભાઈ છૈયા (ઉ.વ.38) જાતે આહીર ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે ભીડોરા ગામના સરપંચના પિતા રામભાઈ રાજાભાઈ જલું (ઉ.વ.62, રહે.ભીડોરા)વાળાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જયારે ગંભીર ઈજા પામનાર બસના ધ્રાંગુ બિરજુભાઈ નારણભાઈ ઉ.વ.35 રહે વેરવા અને ધીરજલાલ માવજીભાઈ કરડાણીને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયારે 20 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજા થતાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. બનાવની જાણ થતાં જ લાઠ ગામના સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા, ડેપો મેનેજર એ.એન.પઢારીયા, પીઆઈ પલ્લાચાર્ય સહિત પોતાની ટીમ લઈ બચાવ કાર્ય પહાેંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં મદદ કરી હતી.
આ અકસ્માતમાં મોતને ભેટનાર બન્ને મુસાફરો ભીડોરા ગામના હોવાથી ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. જયારે બસમાં મુસાફરી કરી રહેલા 17 જેટલા વિદ્યાથ}આેનો આબાદ બચાવ થયો હતો.

print

Comments

comments

VOTING POLL