ઉપવાસ કરવાથી આત્મા શુધ્ધ થાય તો પછી વીકમાં એકવાર મોબાઈલ ફોન અને વોટસએપ્નો ત્યાગ કરવાથી વિચારો પણ શુધ્ધ થઈ શકે

November 6, 2017 at 8:00 pm


માનવજાત હંમેશા સુવિધાની તલાશમાં હોય છે. અગવડતાને દૂર કરીને જેમ બને એમ નવી નવી સગવડતાઓ શોધવા અને મેળવવા માટે માણસ ખરેખર અથાક સંઘર્ષ કરે છે. કેટલીક સુવિધાઓ અને ચીજો લાઈફ સ્ટાઈલને અપડેટ કરવા માટે હોય છે તો કોઈ ચીજો ખરેખર જીવન વ્યવહારમાં અનિવાર્ય હોય છે. વર્ષો પહેલા કોમ્યુનિકેશન માટે લેન્ડલાઈન ફોન એક સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો હતો. જેના ઘરમાં કે ઓફિસમાં આ ફોનનું ડબલું હોય ત્યાં આસપાસના લોકો બિચારા ફોન કરવા આવતા અને જેના ઘરે આ ડબલુ હોય તેને સમાજના એલીટ કલાસમાં ગણતા હતાં. કાળક્રમે જેમ જેમ નવા ડિવાઈસીસ નવી ટેકનોલોજી આવતા ગયા તેમ તેમ માણસ વધુને વધુ સુવિધાઓ અને ડિવાઈસની પાછળ પાગલ થતો ગયો અને તેના પર આધારિત થતો ગયો. આજના વિકસતા જતા યુગમાં માણસ મોબાઈલ ફોન અને ખાસ કરીને વોટસએપ મેસેજીંગ સર્વિસનો રીતસર ગુલામ બની ગયેલો દેખાય છે.

થોડા દિવસ પહેલા વોટસએપ્ની સર્વિસ ભારત સહિત વિશ્ર્વના અનેક દેશોમાં એકાએક ઠપ્પ થઈ ગઈ અને વોટસએપ સાથે લગ્નગ્રંથીએ જોડાયેલા લોકો જાણે વિધુર થઈ ગયા હોય તેવી આકરી પીડા અનુભવવા લાગ્યા અને હાંફળાફાંફળા થઈ ગયા. વોટસએપ પત્ની કરતાં વધુ મહત્વનું બની ગયું છે અને તેના વગર ખરેખર માણસને ચાલે તેમ નથી. આ એક જાતની ગુલામી જ છે અને તે વધુને વધુ તીવ્ર બની રહી છે. વોટસએપ સર્વિસ બંધ પડી ત્યારે લોકોના રડમસ ચહેરા જોઈને એમનું બારીક ઓબ્ઝર્વેશન કરવાની તક મળી અને તે દરમિયાન ખરેખર ઘણા હાસ્યાસ્પદ અને વિચારપ્રેરક દ્રશ્યો દેખાયા અને સંભળાયા. અત્યારે ચૂંટણીના પ્રચારનો સમય ચાલી રહ્યો છે અને આમ પણ વોટસએપ એકદમ તેજ રફતારથી દોડી રહ્યું છે અને આવી સ્થિતિમાં આ સેવા બંધ પડી જતાં લોકોની એવી હાલત થઈ ગઈ હતી જાણે એના શરીરનું કોઈ મહત્વનું અંગ કાપીને લઈ ગયું હોય. વોટસએપ મેસેજીંગ સર્વિસ નોડાઉટ કામની વસ્તુ છે, ખુબ જ યુઝ ફુલ છે પરંતુ માણસ તેની ગુલામી સ્વીકારે તે ખરેખર નવાઈની વાત છે અને આઘાતની પણ વાત છે કારણકે તેનાથી માણસની એકાગ્રતા તૂટી રહી છે, તેની વિચારશક્તિ ક્ષીણ થઈ રહી છે. આજે માણસ સાથે માણસનો કોન્ટેકટ જ ઓછો થઈ ગયો છે કારણકે એ લોકો વોટસએપ પર જ મળે છે. જુબાન બંધ થઈ ગઈ છે અને આંગળીઓ જ બોલી રહી છે. વર્ક કલ્ચરમાં પણ ફેરફાર થયા છે અને લોકો નોકરી ધંધાના સ્થળે પણ પોતાના કામ કરતાં વોટસએપ તરફ વધુ એટેન્શન રાખે છે જેના લીધે ઘણા બધા પ્રોબ્લેમ ઉભા થાય છે. ઈવન ઘરોમાં પણ પતિના વોટસએપ્ના આ વળગણના કારણે ઝઘડા થાય છે, બોલાચાલીઓ થાય છે.
કદાચ બધા લોકોને ખ્યાલ નહીં હોય કે કોર્પોરેટ ફિલ્ડમાં તો મિટિંગો વખતે અને જરી ચચર્ઓિ વખતે મોબાઈલ ફોન સાઈડમાં રાખી દેવાની સિસ્ટમ પ્રસ્થાપિત થઈ છે. જરી મિટિંગ હોય ત્યારે બોસ સાથે ચચર્િ કરવાની હોય, એમની સુચનાઓ સાંભળવાની હોય માટે મોબાઈલ ફોન બહાર રાખીને જ મિટિંગમાં જવાની સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે. આ એક પ્રકારની ટેકનોલોજીકલ ગુલામી છે અને લોકોએ હળવે હળવે આ ગુલામીમાંથી બહાર આવવાની જરૂર છે.

હવે તો એવા કિસ્સા પણ બને છે કે કોઈપણ બાબત હોય કે કોઈ મુદો હોય કે કોઈ ઘટના હોય તો તે વોટસએપ થકી સોશ્યલ મિડિયામાં એટલી બધી વાઈરલ થઈ જાય છે કે મિડિયામાં તેની નોંધ લેવી પડે છે અને અખબારો તેમજ ઈલેકટ્રોનિકસ ન્યુઝ ચેનલોએ તેની નોંધ લેવી પડે છે. હકીકતમાં લોકો જેમ ઉપવાસ કરે છે અને શરીર તથા આત્માની શુધ્ધિ માટે આખા દિવસના ઉપવાસ થાય છે તે રીતે વિકમાં એક દિવસ વોટસએપ્નો અને બની શકે તો મોબાઈલ ફોનનો ત્યાગ કરવો જોઈએ. ઉપવાસ કરવાથી આત્મા અને શરીરની શુધ્ધિ થાય છે અને ટેકનોલોજીકલ ઉપવાસ કરવાથી દિમાગ, વિચારો અને શરીર ખરેખર શુધ્ધ થશે. વોટસએપ અને મોબાઈલ ફોનને આજે લોકો શરીરના એક વાઈટલ ઓર્ગન જેટલું મહત્વ આપીને બેઠા છે. તો પછી આ ઓર્ગનને વીકમાં એક દિવસ આરામ કેમ આપતા નથી? આ સુચન જેને સા લાગે તેણે તાત્કાલીક અમલ શ કરી દેવો જોઈએ અને તેના સુખદ પરિણામ પણ તેને મળશે. માનસિક રીતે તે ફ્રેશનેશ અનુભવશે અને બીજા પ્રોડકટીવ વિચારો કરવાની તેને તક મળશે. દિમાગ ફ્રી થશે તો તેને ખરેખર હળવાશનો અનુભવ થશે. તેની આંખોમાં રોશની વધશે અને થાક પણ ઓછો લાગશે. હજુ તો જેમ જેમ સમય જશે તેમ તેમ નવી નવી ટેકનોલોજીઓ અને નવા નવા ડિવાઈસીઝ આવતા જ રહેવાના છે અને માણસ જાતને તે આકર્ષતા રહેવાના છે. આજના યુગમાં આ બધી ચીજો સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે. આ પરંપરા દુનિયાના અંત સુધી ચાલુ રહેવાની છે પરંતુ સમાજ વ્યવસ્થાને, ફેમિલીયર એડજસ્ટમેન્ટને અને વ્યક્તિગત વ્યવહારિતાને નુકસાન કરે તેવી રીતે આ ટેકનોલોજી કે ડિવાઈસનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

અત્યારે વોટસએપ પર ચૂંટણીને લગતા અને રાજકીય નેતાઓ પર કટાક્ષ કરતાં અથવા તો ઉપહાસ કરતાં મેસેજ અને જોક ચાલી રહ્યા છે. એકબીજાની સામે આક્ષેપોના આદાન પ્રદાન પણ થઈ રહ્યા છે. ચૂંટણીમાં મોબાઈલ ફોન અને વોટસએપ ખુબ જ મહત્વની ભુમિકા ભજવી રહ્યા છે અને એટલા માટે જ થોડા દિવસ પહેલા એક ટોચના નેતાએ એમ કહ્યું હતું કે 2019ની લોકસભાની ચૂંટણી દેશમાં પ્રથમવાર મોબાઈલ ફોન પર લડાશે.
મોબાઈલ ફોન અને વોટસએપ્નું મહત્વ એટલું બધું વધી ગયું છે અને તેનો યુઝ એટલો વધી ગયો છે કે હવે ખરેખર લોકોએ એક દિવસના ટેકનોલોજીકલ ઉપવાસ રાખવાની જરૂર છે.

print

Comments

comments

VOTING POLL