ઉફફ ગરમી ! બીજી ટેસ્ટ મેચમાં હાદિર્કનું રમવું શંકાસ્પદ

August 9, 2018 at 7:03 pm


ઈગ્લેન્ડ અને ખાસ કરીને લંડનમાં અત્યાર જોરદાર ગરમી પડી રહી ચે. છેલ્લા કેટલાક દિવસથી ત્યાનું તાપમાન 25થી30 ડિગ્રીની આસપાસ છે. મંગળવારે તો લંડનનું મહત્તમ તાપમાન 30 ડિગ્રીની ઉપર નીકળી ગયું. જોકે, સાંજે ત્યાં થોડો વરસાદ થયો. ઉલ્લેખનીય છે કે, ભારત-ઈગ્લેન્ડની બીજી ટેસ્ટ મેચ ગુરુવારે લોડ્ર્ઝ સ્ટેડિયમમાં રમાવાની છે. પણ આ ટેસ્ટમાં ટીમનો સ્ટાર આેલરાઉન્ડર હાદિર્ક પંડéા બહાર થઈ શકે છે. લંડનમાં ગ્રાઉન્ડ સ્ટાફને પિચમાં જરુરી ભેજ જાળવી રાખવા માટે ખૂબ મહેનત કરવી પડી રહી છે. આવામાં ઈન્ડિયન ટીમ મેનેજમેન્ટ બીજી ટેસ્ટમાં આૅફ સ્પિનર રવિચંદ્રન અિશ્વનની સાથે વધુ એક સ્પિનરને રમાડવાનું વિચારી રહી છે. જોકે, આ બધુ ગુરુવારના મોસમ પર નિર્ભર કરશે. ભારત બે સ્પિન બોલર્સ સાથે ઉતરશે તો હાદિર્કનું બહાર બેસવું લગભગ નક્કી થઈ જશે. હાદિર્કે પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં 31 રનની ઉપયોગી ઈનિંગ રમી હતી પણ તે ટેસ્ટમાં એકપણ વિકેટ ઝડપી શક્યો નહોતો. પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારત 0-1થી પાછળ છે અને છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો અત્યારે લંડનમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. આવી જ ગરમી 1976માં વેસ્ટઈન્ડિઝ અને Iગ્લેન્ડ વચ્ચેની મેચમાં જોવા મળી હતી પણ તે મેચ જૂનમાં રમાઈ હતી. જોકે, હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસમાં લંડનનું તાપમાન ઘટી શકે છે. આવામાં ઈન્ડિયન ટીમ મેનેજમેન્ટ ખૂબ સમજી-વિચારીને પગલાં ભરી રહ્યું છે. અત્યારે તેની પાસે તમામ વિકલ્પો ખુલ્લા છે. બર્મિંઘમ ટેસ્ટમાં અિશ્વને સાત વિકેટ ઝડપી હતી જ્યારે ત્યાં મેચની પહેલા વરસાદ થયો હતો. અિશ્વને બંને ઈનિંગમાં Iગ્લેન્ડના ટોપ આેર્ડરને પેવેલિયન મોકલ્યો હતો.
ભારતીય ટીમ અિશ્વનની સાથે રવિન્દ્ર જાડેજા અને ચાઈનામેન કુલદીપ યાદવને Iગ્લેન્ડના પ્રવાસમાં લઈ ગઈ છે. જો ટીમ બે સ્પિનર્સને રમાડશે તો બીજી ટેસ્ટમાં જાડેજા પ્લેIગ ઈલેવનમાં હોઈ શકે છે. આવામાં હાદિર્ક પડéાં ટીમની બહાર થઈ શકે છે. આ ઉપરાંત ગરમીને કારણે પીચ સૂકી થઈ રહી છે જેનાથી આ મેચમાં ફાસ્ટ બોલર્સને રિવર્સ િસ્વંગ મળશે અને મોહમ્મદ શમીને ફાયદો થઈ શકે છે.

print

Comments

comments

VOTING POLL