એએપીના 12 સભ્યો દ્વારા લાભના હોદ્દા મુદ્દે રજૂઆત

August 25, 2017 at 9:03 pm


ભારતીય ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી આેફિસ આેફ પ્રાેફિટ કાર્યવાહી અથવા તાે લાભપ્રદ હોદ્દાને લઇને કાર્યવાહીને પડકાર ફેંકીને આમ આદમી પાટીૅના વધુ 12 ધારાસભ્યોએ દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે ચૂંટણી હાથ ધરતી વેળા હાઇકોટેૅ હવે એએપીના ધારાસભ્યોની અરજી પર કેન્દ્રિય ચૂંટણી પંચ પાસેથી જવાબની માંગ કરી છે. અગાઉ હાઇકોટેૅ ચોથી આેગષ્ટના દિવસે ચૂંટણી પેનલના નિર્ણયની સામે ાઠ અન્ય એએપીના ધારાસભ્યો દ્વારા દાખલ કરવમાં આવેલી તેની અરજી પર જવાબ આપવા માટે પાેલ પેનલને નાેટીસ ફટકારી હતી. પાલાૅમેન્ટરી સેક્રેટરી તરીકે લાભના હોદ્દાને જાળવી રાખવા માટે પાટીૅના 20 સભ્યોની સામે ગેરલાયક જાહેર કરવાની કાર્યવાહીને ચાલુ રાખવાનાે નિર્ણય પાેલ પેનલ દ્વારા કરવામાં આવ્યો હતાે. ત્યારબાદ આ નિર્ણયને પડકાર ફેંકીને અરજી કરવામાં આવી હતી. જુન મહિનામાં ચૂંટણી પંચે ઠેરવ્યુ હતુ કે પાલાૅમેન્ટરી સેક્રેટરી તરીકે તેમની નિમણૂંકને હાઇકોર્ટ દ્વારા બાજુએ મુકી દેવામાં આવી હોવા છતાં લાભપ્રદ હોદ્દા પર ચાલુ રહેવા બદલ તેના 21 ધારાસભ્યો સામે સુનાવણી જારી રાખવાનાે નિર્ણય કરવામાં આવ્યો હતાે. અરવિન્દ કેજરીવાલના નેતૃત્વમાં પાટીૅના 21 ધારાસભ્યોની સામે પ્રશાંત દ્વારા આેફિસ આેફ પ્રાેફિટ અરજી દાખલ કરવામાં આવી હતી. આવી જ રીતે પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવા રાજૌરી ગાર્ડનના ધારાસÇય તરીકે જનેૅલિંસહે રાજીનામુ આપી દીધા બાદ તેમની સામે કાર્યવાહી પડતી મુકી દેવામાં આવી હતી. ચૂંટણી પંચ એવો અભિપ્રાય ધરાવે છે કે, ધારાસભ્યો સામે કાર્યવાહી કરવા માટે વિકલ્પ રહેલા છે. માર્ચ 2015માં આમ આદમી પાટીૅ સરકારે દિલ્હી મેમ્બસૅ લેજીસ્લેટીવ એસેમ્બલી એક્ટ 1997માં સુધારા કર્યા હતા જેમાં લાભના હોદ્દાની પરિભાષામાંથી પાલાૅમેન્ટરી સેક્રેટરીના હોદ્દાને મુક્તિ આપવામાં આવી હતી. જો કે તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખજીૅએ આને તેમની મંજુરી આપી ન હતી.

ત્યારબાદ સપ્ટેમ્બર 2016માં દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ નિમણૂંકોને ફગાવી દેવામાં આવી હતી અને આને ગેરકાયદે ગણાવાઈ હતી. એએપીના ધારાસભ્યો ઉપર ગેરલાયક જાહેર કરવાની તલવાર તાેળાઈ રહી છે. ચૂંટણી પંચના નિર્ણયને લઇને એએપીના ધારાસભ્યો નાખુશ દેખાઈ રહ્યાા છે. બીજી બાજુ ચૂંટણી પંચ કાર્યવાહીને જારી રાખવા માટે ઇચ્છુક છે.

print

Comments

comments

VOTING POLL