એકતા કપૂરે કહ્યું , અભિનેતાઓ પણ કામ કરવા માટે પ્રોડ્યુસર સાથે બાંધે છે સબંધ

February 17, 2018 at 12:31 pm


હોલિવૂડ પ્રોડ્યુસર હાર્વી વિન્સ્ટીન પર યોન શોષણના આરોપનો મામલો ગયા વર્ષે ચર્ચામાં હતો. હવે બોલિવૂડમાં પણ ઘણા હાર્વી વિન્સ્ટીન હોવાની ચર્ચા છે. હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન એકતા કપૂરે આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો હતો.એકતા કપૂરે કહ્યું છે કે, ‘માત્ર પ્રોડ્યુસર કે પાવરફુલ લોકો જ યોન શોષણ કરતા નહિ, પણ એક્ટર પોતે પણ કામ મેળવવા માટે પોતાની સેક્સ્યુઆલિટીનો ઉપયોગ કરે છે. આ એક બીજું પાસું છે, જેની કોઈ વાત કરતું નથી.’એકતાના મુજબ, ‘મને લાગે છે કે બોલિવૂડમાં પણ હાર્વી જેવા લોકો છે, પરંતુ આ મુદ્દે બીજું પાસું પણ છે, જેના વિશે લોકો વાત કરતા નથી. એ સાચું છે કે, ઇન્ડસ્ટ્રીમાં પ્રોડ્યુસર જેવા પાવરફુલ લોકો છે, જે પોતાના પાવરનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે, પરંતુ બીજી તરફ એક્ટર પણ છે, જેઓ કામ મેળવવા માટે પોતાની સેક્સ્યુઅલિટીનો ઉપયોગ કરે છે.’એકતા કપૂરે એક ઉદાહરણ આપતા સમજાવ્યું કે, ‘એક એક્ટ્રેસ એક પ્રોડ્યુસરને રાતે 2 વાગ્યે મળે છે અને તેમની વચ્ચે સંબંધ બંધાય છે. પાંચ દિવસ બાદ તે પ્રોડ્યુસર પાસે કામ માગે છે અને પ્રોડ્યુસર ઇનકાર કરી દે છે, કારણ કે તે પર્સનલ અને પ્રોફેશનલ વસ્તુઓ અલગ અલગ રાખવા માગે છે. હવે આ મામલામાં પીડિત કોણ? હંમેશાં એવું સમજવામાં આવે છે કે, પાવરફુલ વ્યક્તિ વસ્તુઓનો ખોટો ફાયદો ઉઠાવે છે.

print

Comments

comments

VOTING POLL