‘એકતા ઝીંદાબાદ’ના નારા સાથે આવકવેરા વિભાગમાં કર્મચારીઓનાં સૂત્રોચ્ચાર

November 14, 2017 at 5:29 pm


એકતા ઝીંદાબાદના નારા સાથે આવકવેરા વિભાગના કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કર્યું હતું. જોઇન્ટ કાઉન્સીલ ઓફ એકશનના નેજા હેઠળ આજે બપોરે લંચ બ્રેક દરમ્યાન વલસાડના પ્રિન્સીપાલ કમિશ્ર્નર ઓફ ઇન્કમટેક્ષના મનસ્વી વર્તનના વિરોધમાં ગુજરાત સર્કલ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેસીએ રાજકોટના સભ્યોએ રેસકોર્ષ સ્થિત ઇન્કમટેક્ષ કચેરીએ બપોરે એકતા ઝીંદાબાદના સુત્રોચાર કયર્િ હતા અને વલસાડના પ્રિન્સીપાલ સી.આઇ.પી. સામે પગલાં લેવામાં આવે તેવી માગણી ઉચ્ચારવામાં આવી હતી. જેસીએ ગુજરાત સર્કલના પ્રમુખ ખોડુભા જાડેજા તથા જેસીએના દિપક ભટ્ટ (ચેરમેન ગુજરાત સર્કલ), ભરત રાજયગુ (ચેરમેન રાજકોટ બ્રાન્ચ), શ્રીકાંત વમર્િ (સેક્રેટરી રાજકોટ બ્રાન્ચ), આર.કે.સિંઘલ સહિત યુનિયનના સદસ્ય જોડાયા હતા. (તસ્વીર: દર્શન ભટ્ટી)

print

Comments

comments

VOTING POLL