એકથી વધારે જીયોના ફ્રી ફોન લઈ શકાશે: રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જાહેર

August 12, 2017 at 10:52 am


જિઓ 4જી ફીચર ફોન લેવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફોન લેવા માટે તમારે માત્ર 1500 રૂપિયા ડિપોઝિટ જમા કરાવવી પડશે. એક વખત રજિસ્ટ્રેશન કરવા પર માત્ર એક જ ફોન મળશે પરંતુ કેટલાક લોકો એકથી વધારે ફોન લેવા માગતા હોય તો તેના માટે પ્રોસેસ થોડી અલગ છે. ફોનનું પ્રી-બુકિંગ 24 ઓગસ્ટથી શરૂ થઇ જશે, જ્યારે ડિલીવરી સપ્ટેમ્બરમાં શરૂ થશે. જોકે આનું રજિસ્ટ્રેશન અત્યારે ચાલી રહ્યું છે. અહીં અમે બતાવી રહ્યાં છીએ ના એકથી વધારે ફોન બુક કરવાની પ્રોસેસ.
જિઓના ફિચર ફોનની 15 ઓગસ્ટથી ટેસ્ટિંગ શરૂ થઇ જશે, આ ફોનના પ્રી-બુકિંગનું .ષશજ્ઞ.ભજ્ઞળ પર રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે. જેને માત્ર એક ફોન બુક કરવો છે તેને કંપ્નીની સાઇટ પર પોતાનું નામ, ઇમેલ આઇડી, ફોન નંબર અને પીન નંબરની માહિતી આપવી પડશે. એકથી વધારે ફોન બુક કરવા હોય તો તેની પ્રોસેસ અલગ છે.
આ માટે તમે જિઓની સાઇટ પર જશો તો કીપ મી પોસ્ટેડ લખેલું આવશે, ત્યારબાદ તેના પર ક્લિક કરશો તો એક રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. ફોર્મમાં બે ઓપ્શન આપવામાં આવેલા છે. એક પર્સનલ માટે અને બીજો બિઝનેસ માટે.
એકથી વધારે ફોન બુક કરવા માટે તમારે બિઝનેસ ઓપ્શન સિલેક્ટ કરવો પડશે, આમાં જેના નામથી ફોન લેવો છે તેનું નામ, કંપ્નીનું નામ, પીન નંબર, ઇમેલ આઇડી, મોબાઇલ નંબર અને કેટલા ફોન લેવા માગો છે તે, આ બધી ડિટેલ ભરવી પડશે. આ બધી ડિટેલ ભયર્િ પછી સબમીટ પર ક્લિક કરવું પડશે, ત્યારપછી તમારું રજિસ્ટ્રેશન થઇ જશે.
જિઓના ફિચર ફોનને ફ્રીમાં આપવામાં આવશે, કંપ્ની 1,500 રૂપિયા સિક્યૂરિટી ડિપોઝિટ રૂપે જમા કરી રહી છે, જેને 3 વર્ષ પછી રિફંડ કરી દેવામાં આવશે. આ રીતે ફોન ફ્રીમાં મળી જશે. આ ફોનની સાથે વોઇસ કોલ જિંદગીભર ફ્રી રહેશે. 153 રૂપિયાના રિચાર્જમાં તે બધી સુવિધાઓ મળશે જે 309 રૂપિયાના રિચાર્જમાં મળે છે.
જિઓના ફિચર ફોનામાં 2.4 ઇંચની ક્યૂવીજીએ ડિસ્પ્લે આપવામાં આવી છે, આમાં ન્યૂમેરિક કી-પેડની સાથે 4 નેવિગેશન બટન છે. આમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ પણ મળશે. ફોનમાં રિયર કેમેરા, ટોર્ચ લાઇટ અને એફએમ રેડિયો પણ મળશે. આમાં બ્લૂટૂથ પણ આપવામાં આવ્યું છે.
આ ફોન 22 ઇન્ડિયન લેગ્વેજને સપોર્ટ કરશે. આ ફોન વોઇસ કમાન્ડ પણ સપોર્ટ કરશે. આ ફોનમાં રિલાયન્સ જિઓની જિઓમ્યૂઝિક, જિઓ સિનેમા અને જિઓટીવી જેવી એપ પહેલાથી ઇન્સ્ટોલ્ડ હશે. એવા રિપોટ્ર્સ પણ આવ્યા છે કે જિઓના આ 4જી ફોન બે મોડલમાં લોન્ચ કરવામાં આવશે. જિઓના ફિચર ફોનનું એક મોડલ ક્વાલકોમના મોબાઇલ પ્લેટફોર્મની સાથે આવશે અને બીજુ મોડલ સ્પેક્ટ્રમના પ્રોસેસરની સાથે આવશે.

print

Comments

comments

VOTING POLL