એકસ્પોર્ટ ઈમ્પોર્ટ કંપની સામે રૂા.૧.૧૦ કરોડની છેતરપિંડીની ફરિયાદ

August 12, 2017 at 1:44 pm


શહેરના કાલાવડ રોડ પર આવેલી એકસ્પોર્ટ ઈમ્પોર્ટ કંપનીએ યુક્રેનની કંપની સાથે કાબુલી ચણાના સોદામાં રૂા.૧.૧૦ કરોડની છેતરપીંડી કર્યાની ફરિયાદ થતાં વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે. ગત ફેબ્રુઆરી માસમાં યુક્રેનની કંપનીએ કાબુલી ચણાનો ઓર્ડર આપી રાજકોટની કંપનીના એડવાન્સમાં ડોલર રૂપે પેમેન્ટ કયુ હતું.
પોલીસ સુત્રોએ જણાવ્યું કે, આ પ્રકરણમાં યુક્રેનના ઈમ્પોર્ટ એકસપોર્ટના વેપારી ઓલેહ હકીમોવ ઉ.વ.૫૧એ કાલાવડ રોડ પાસે ઓલો એકસપોર્ટ ઈમ્પોર્ટ નામની કંપની ધરાવતા ખોડા નાગજી રામાણી, અમરેલીના લાઠી ગામના વતની તેના મિત્ર મિલન કાંતી બોચાણીયા, પત્ની નીતા અને કર્મચારી ધર્મેશ પ્રવિણ કોટડીયા વિરૂધ્ધ ગઈકાલે રાત્રે ફરિયાદ નોંધાવી છે. ખોડા રામાણી આકાશવાણી ચોક, પેરેમાઉન્ટ સોસાયટી–૬માં વસવાટ કરે છે.
યુક્રેનના ઓલેહ હકીમોવે ગત ફેબ્રુઆરી માસમાં ખોડા રામાણીની કંપની સાથે ૨૪૦ મેટ્રીક ટન કાબુલી ચણાનો જથ્થો મગાવવા માટે કરાર કર્યા હતા. તેણે એડવાન્સ રકમ પેટે માર્ચ માસ સુધીમાં ૧,૭૦,૬૩૨ યુએસ ડોલર આરોપીના ઈન્ડુસ બેંકના ખાતામાં જમા કર્યા હતા. આયાત–નિકાસનો વેપાર હોવાથી આ નાણાં આપોઆપ રૂા.૧.૧૦ કરોડમાં ફેરવાઈ ગયા હોય યુક્રેનના વેપારી ચણાના જથ્થાની રાહ જોવા લાગ્યા હતા. પાંચ માસ સુધી ચણાનો જથ્થો ન આવતા તેમણે ઉઘરાણી કરી એટલે ઠગ ટોળકીએ જવાબ આપવામાં ગલ્લાતલ્લા કર્યા હતા. ખોટા ઈ–મેલ તેમજ કન્ટેનર મોકલ્યાના

print

Comments

comments

VOTING POLL