એક ખાતામાંથી શેરઅને કોમોડીટી ટ્રેડિંગને મંજૂરી

July 17, 2017 at 11:33 am


સેબીએ નાના રોકાણકારો માટે શેર અને કોમોડીટી વચ્ચે નાણાની ટ્રાન્સફર સરળ બનાવી છે. ગયા સપ્તાહે બ્રોકર્સ અને સબ બ્રોકર્સ માટે એક મહત્વની જાહેરાત થઈ છે. જેમાં સેબીએ ખાસ પેપર વર્ક વગર શેર ટ્રેડીંગ માટે રજીસ્ટ્રર્ડ બ્રોકર્સને કોમોડીટીમાં અને કોમોડિટી ટ્રેડીંગ માટે રજીસ્ટ્રર્ડ બ્રોકર્સને શેરમાં ટ્રેડીંગની મંજુરી આપી છે.
હવે બ્રોકર્સ અન્ય સેગમેન્ટમાં ટ્રેડિંગ માટે બીજી વેરીફીકેશન પ્રક્રિયા નહીં કરવી પડે અને વૈકલ્પિક ખાતુ પણ નહીં રાખવું પડે. એન્જલ બ્રોકીંગના ડીરેકટર લલિત ઠકકરે જણાવ્યું હતું કે ભવિષ્યમાં ગ્રાહક એસેટ કલાસમાં સ્વિચિગ કરવા માંગતો હશે તો એ ખાસ પેપરવર્ક વગર સિંગલ ક્લિકથી થઈ શકશે. અગાઉ કલાયન્ટનું ટ્રેડિંગ માત્ર એક એસેટ કલાસ પુરતુ મર્યિદિત હતું. એન્જલ બ્રોકિંગ, એડલવાઈઝ અને મોતીલાલ ઓસ્વાલ સહિતના મોટ બ્રોકીંગ હાઉસ પાસે કોમોડીટી ટ્રેડીંગ માટે અલગ સબસિડિયરી છે. રોકાણકાર દર વખતે શેરમાંથી કોમોડીટીમાં ટ્રેડીંગ કરવા માંગતો હોય તો આવું કરવા માટે મંજુરીની જર પડતી તી. આવા બ્રોકિંગ હાઉસ માટે બે અલગ કંપ્નીઓને જાળવવાની પ્રક્રિયાઅને ખર્ચમાં ઘડાટો થશે.

print

Comments

comments

VOTING POLL