એક ડઝન સિક્યુરિટી ફિચરથી સજ્જ 100 રૂપિયાની નવી નોટ ચલણમાં

September 1, 2018 at 10:44 am


મંગળવારથી લોકોને નવી છપાયેલી 100 રૂપિયાની નોટ મળવા લાગશે. નવી નોટ આરબીઆઈએ પોતાના સ્ટાફને ફાળવી હતી. આપછી સ્ટેટ બેન્કની મુખ્ય શાખામાં પણ નવી નોટ મોકલવામાં આવી હતી. આ નવી નોટ આવ્યા બાદ પણ 100 રૂપિયાની જૂની નોટ ચલણમાં રહેશે તેવી ચોખવટ પણ કરવામાં આવી છે. ગુજરાતે ગૌરવ લેવા જેવી વાત એ છે કે 100 રૂપિયાની નવી નોટમાં પાટણની રાણીની વાવ દશાર્વવામાં આવી છે.
આરબીઆઈના સૂત્રોએ જણાવ્યું કે સૌથી પહેલાં અહી કાર્યરત સ્ટાફને 100ની નવી નોટની થપ્પી આપવામાં આવી હતી. ત્યારબાદ એસબીઆઈની મુખ્ય શાખામાં મોકલવામાં આવી હતી. નોટને એસબીઆઈ મુખ્ય શાખાથી અન્ય બેન્કોમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ચેસ્ટ કરન્સીથી કઈ શાખામાં કેટલા રૂપિયા મોકલવામાં આવે છે તેની યાદી તૈયાર કરી લેવામાં આવી છે.
અંદાજે 800 કરોડ રૂપિયાની નવી કરન્સી આવી છે. નવી નોટના પાછલા હિસ્સામાં યુનેસ્કોની વિશ્વ સ્મારક યાદીમાં સામેલ ગુજરાતના પાટણ સ્થિત રાણીની વાવડી દેખાશે. હળવા જાંબુ રંગવાળી નોટમાં બે ડઝનથી વધુ સિક્યોરિટી ફિચર છે.

print

Comments

comments

VOTING POLL